Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પૂર્વ નાણામંત્રીની માઠી બેઠી છે : સીબીઆઇ કોર્ટે પી. ચિદમ્બરમના ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યાઃ મેડિકલ ચેકઅપ પણ થશે

નવી દિલ્હી : INX મીડિયા કેસ (INX media case) માં આર્થિક ગોટાળા મુદ્દે ફસાયેલા પૂર્વ ગૃહ અને નાણામંત્રી (P. Chidambaram) ની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારે દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે પી.ચિદમ્બરમની કસ્ટડી 4 દિવસ માટે વધારી દીધી છે. હવે પી. ચિદમ્બરમને 30 ઓગષ્ટે કોર્ટમાં રજુ કરવામાં આવશે.  સીબીઆઇએ પી.ચિદમ્બરમની 5 દિવસ માટે કસ્ટડી માંગી હતી. કોર્ટે 4 દિવસ માટે રિમાન્ડ વધારી છે. કોર્ટે કહ્યું કે, ચિદમ્બરમના વકીલ અને તેમનાં પરિવારજનો રોજ અડખો કલાક માટે તેમને મળી શકે છે. 48 કલાકમાં ચિદમ્બરમનો મેડિકલ ટેસ્ટ થશે.

અગાઉ સુપ્રીમ કોર્ટમાં ઇડીએ મુદ્દે પી.ચિદમ્બરમની તરફતી દલિલ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે, 2017માં ફરિયાદ થયા બાદથી તપાસમાં કંઇ થયું નથી. મીડિયા ટ્રાયલ થઇ રહ્યું છે. ચિદમ્બરમ પર આરોપ લગાવાઇ રહ્યા છે કે તેમની ઘણી બધી પ્રોપર્ટી છે, જો તેમણે એક પણ ખોટી પ્રોપર્ટી મળી આવે તો હું અરજી પાછી ખેંચી લઇશકપિલ સિબ્બલે કહ્યું કે, 6 જુન, 2018 ના દિવસે માત્ર એકવાર સીબીઆઇએ બોલાવ્યા. સમગ્ર તપાસ સંવિધાનના આર્ટિકલ 21ની વિરુદ્ધ છે યોગ્ય તપાસ અને યોગ્ય ટ્રાલયનો અધિકાર આપે છે. કપિલે કહ્યું કે, ઇડીએ ચિદમ્બરમને પુછ્યું કે શું તમારુ ટ્વીટર એકાઉન્ટ છે. જ્યારે ઇડીને ત્રણ વખત ચિદમ્બરમને બોલાવ્યા તો ચિદમ્બરમ પર પ્રોપર્ટી અને નકલી એકાઉન્ટ અંગે કોઇ પુછપરછ કરી નહોતી.

(7:50 pm IST)