Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

વિડીયો : કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે, કોઇપણ દેશે તે બાબતે તકલીફ લેવાની જરૂર નથીઃ મોદીએ જી૭ સંમેલનમાં ટ્રમ્પને રોકડુ પરખાવ્યુ

બિયારિત્જ : જી7 સમ્મેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મુલાકાત યોજાઇ હતી. મુલાકાત દરમિયાન મોદીએ સ્પષ્ટ વાત કરી અને કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના મુદ્દો દ્વિપક્ષીય છે અને કોઇ દેશને તેમાં કષ્ટ લેવાની જરૂર નથી. ટ્રમ્પે પણ તેમની વાતનું સમર્થન કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી પર તેમને સંપુર્ણ વિશ્વાસ છે. મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા બંન્ને લોકશાહી મુલ્યો સાથે લઇને ચાલનારા દેશો છે. કોઇની પણ સાથે ચાલી શકે છે અને યોગદાન આપી શકે છે. આવા અનેક વિષયો પર ઉંડાણ પુર્વક વાતચીત થતી રહે છે

કાશ્મીર અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક દ્વિપક્ષીય મુદ્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણી બાદ પાકિસ્તાની વડાપ્રધાનને મે ફોન કરીને કહ્યું હતું કે, પાકિસ્તાનને બિમારી, ગરીબી, અશિક્ષાની વિરુદ્ધ લડવાનું છે. બંન્ને દેશો મળીને આવા મુદ્દાઓ સામે લડવું જોઇે. બંન્ને દેશો જનતાની ભલાઇ માટે કામ કરે. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ અંગે ચર્ચાઓ થતી રહે છે

જમ્મુ કાશ્મીરમાં મધ્યસ્થતાની રજુઆત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે પહેલીવાર મુલાકાત યોજાવા જઇ રહી છે. બીજી તરફ ભારતે ગત્ત દિવસોમાં જમ્મુ કાશ્મીરથી 370 હટાવી દીધી. દ્રષ્ટીએ કાશ્મીરમાં બદલેલી સ્થિતી બાદ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની પહેલી મુલાકાત છે. ગત્ત ઘણા દિવસોથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા માટે થનગની રહ્યા છે

જો કે તેમણે વાત પર પણ જોર આપી બંન્ને દેશો આંતરિક રીતે મુદ્દો ઉકેલે. વૈશ્વિક મંદી વચ્ચે બંન્ને દેશોની વચ્ચે વેપાર ઉપરાંત સંરક્ષણ અને અફઘાનિસ્તાનના મુદ્દે બંન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઇ શકે છે કારણોથી તમામની નજર વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર ટકેલી છે. સોમવારે ભારતીય સમયાનુસાર બંન્ને નેતાઓની મુલાકાત 03.45 વાગ્યે યોજાઇ શકે છે. મુલાકાત 04.30 સુધી ચાલે તેવી શક્યતા છે. મોદી અને ટ્રમ્પની મુલાકા જી7 સમિટ ઉપરાંત થશે. ટ્રમ્પ અને મોદીની બીજી મુલાકાત હશે. અગાઉ બંન્ને જાપાનનાં ઓસાકામાં મળ્યા હતા

અગાઉ જી7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોનેગલનાં રાષ્ટ્રપતિ મૈકી સાલ સાથે મુલાકાત યોજી. જી7 સમ્મેલન અલગ મુલાકાત દરમિયાન બંન્ને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થશે. જેમાં વિકાસ, ભાગીદારી અને આતંકવાદ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીની જર્મન ચાન્સેલર એંજેલા માર્કેલ, ચિલીના રાષ્ટ્રપતિ સેબ્ટિયન પિનેરા સાથે પણ મુલાકાતનો કાર્યક્રમ છે.

(8:14 pm IST)