Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

સોનાના ભાવમાં ઉછાળોઃ 10 ગ્રામની કિંમત 40 હજાર રુપિયાને પાર

 

સોમવારે દેશના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 40,000 રુપિયાની ઉપર પહોંચી ગયા હતા અને મજબૂત વિદેશી સંકેતો અને સ્થાનિક વાયદામાં તેજીને કારણે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 46,000 રુપિયા પર પહોંચી ગયો હતો. દેશની આર્થિક રાજધાની મુંબઇ, ગુલાબી શહેર જયપુર અને પીળું ગોલ્ડ બજાર અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 40,000 રુપિયા (ત્રણ ટકા જીએસટી સાથે) ની ઉપર ગયો છે. સોનાના સ્પોટ ભાવમાં 10 ગ્રામ દીઠ 1000 રુપિયાથી વધુનો વધારો થયો છે અને ચાંદીમાં પણ કિલોદીઠ 1000 રુપિયાથી વધુનો વધારો થયો છે.

 

આખરે શા માટે વધી રહ્યાં છે સોનાના ભાવ - ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAના નેશનલ સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે કિંમતોમાં વધારાને કારણે માંગમાં ઘટાડો થયો છે.
સોના-ચાંદીના આગામી તબક્કાના અંદાજ અંગે પૂછેલા પ્રશ્નના આધારે તેમણે કહ્યું કે, હાલમાં સોના-ચાંદીનું બજાર કોઈ મૂળભૂત અથવા વિશ્લેષણના ચાર્ટથી નહીં, પરંતુ ટ્રમ્પના ટ્વિટથી ચાલી રહ્યુ છે.

 

(6:31 pm IST)