Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આતંકી વિરોધી અેજન્ડાના લીરેલીરાઃ પાકિસ્‍તાનના લાહોરમાં ઇમરાન અને આતંકી હાફીઝ સઇદના પોસ્ટરો લાગતા ખળભળાટ

પાકિસ્‍તાનના જ પત્રકારોઅે આ તસ્વીરો સોશ્યલ મીડિયા પર શેર કરી

 

મુંબઈઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પોસ્ટરો મુંબઈ હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદ સાથે પાકિસ્તાનમાં વિવિધ જગ્યાએ લગાડવામાં આવતા ઈમરાન પર ફરી એક વખત સવાલ ઉઠ્યો છે. પોસ્ટરના ફોટો પાકિસ્તાનના પત્રકારોએ સોશિયલ મીડિયા પર શેર કરીને ઈમરાન પર પ્રશ્નાર્થ કર્યો છે.

પોસ્ટરમાં આતંકી હાફિઝ સઈદની બિલકુલ નજીક ઈમરાન ખાનનો ફોટો છે. સિવાય અન્ય ફોટા પણ છે. પોસ્ટરમાં ઉર્દૂમાં તમામના નામ લખવામાં આવ્યા છે. સિવાય ઉર્દૂમાં જશ્ન--આઝાદી પણ લખવામાં આવ્યું છે.

પોસ્ટર સાથે ઈમરાન ખાનના તે દાવાની પોલ ખુલી ગઈ છે કે જેમાં તેઓ સમગ્ર વિશ્વને કહે છે કે તે આતંકવાદમાંથી છુટકારો મેળવવા માંગે છે. અગાઉ પણ ઈમરાન ખાન સરકારે હાફિઝ સઈદ પર એક્શન લેવાનો ડ્રામા કર્યો હતો. પરંતુ તેમની સામે કડક પગલા કયારે પણ લીધા હતા.

થોડા દિવસો અગાઉ પાકિસ્તાનની એક કોર્ટે દોષી ઠેરવ્યો હતો. બાદમાં 17 જુલાઈએ ગુજરાંવાલા જતી વખતે હાફિઝ સઈદની મની લોન્ડ્રિંગ અને ટેરર ફન્ડિંગના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.

(12:26 pm IST)