Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સરકાર ૮પ યોજનાઓ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રએ રવિવારે વડાપ્રધાન કિસાન યોજના, વડાપ્રધાન કિસાન પેંશન યોજના, વડાપ્રધાન જનધન યોજના અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી 85 જનોન્મુખ વિકાસ યોજનાઓની શરૂઆત કરી. સરકારનું લક્ષ્ય છે કે, 21 મંત્રાલયો હેઠળ આવનારી યોજનાઓનાં 100 ટકા કવરેજને એક મહિના (30 સપ્ટેમ્બર)ની અંદર પુર્ણ કરવામાં આવે. અટલ પેંશન યોજના સહિત અનેક વીમા યોજનાઓ પણ પ્રદેશમાં ચાલુ કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીરમાં તમામ ઘરમાં વિજળીનું પ્રદાન કરવાની સરકારની યોજના છે

વડાપ્રધાનની વિશેષ પહેલ, જેમાં ગરીબ લોકોને એલપીજી કનેક્શન આપવું અને એલપીજી તથા કેરોસિન માટે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (DBT)  પ્રદેશના વિસ્તારોમાં મળશે. તેમાં પણ વિશેષ રીતે ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે. વડાપ્રધાન કિસાન યોજના અને વડાપ્રધાન કિસાન પેંશન યોજના કૃષી મંત્રાલય અંતર્ગત આવે છે, બીજી તરફ વડાપ્રધાન જનધન યોજના અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા નાણામંત્રાલય અંતર્ગત આવે છે.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, જેવું કે આપણે સોનેરી ભવિષ્ય તરફ જઇ રહ્યા છીએ, હું ઇચ્છું છું કે રાજ્યનાં પ્રત્યેક નાગરિક કરવામાં આવેલા તમામ પરિવર્તનોનો લાભ ઉઠાવે. હું ઇચ્છું છું કે દરેક પાત્ર વ્યક્તિને ભારત સરકાર દ્વારા લાગુ વિકાસ કાર્યક્રમોનો લાભ મળે. તેમણે કહ્યું કે, કેટલાક દશકોથી રાજ્યનાં લોકો અલગતાવાદના એજન્ડા અને સીમાપારથી આતંકવાદનાં કારણે ખુબ સહન કર્યું છે.

રાજ્યપાલે કહ્યું કે, તેના કારણે ડર અને આતંકવાદનું વાતાવરણ બન્યું અને રાજ્યમાં સામાજિક-આર્થિક વિકાસ પણ અટકી ગયો. રાજ્યમાં સામાન્ય લોકોને અપીલ છે કે તેઓ યોજનાઓનો લાભ ઉઠાવે. મલિકે કહ્યું કે, હું ઇચ્છું છું કે તમે આગળ આવો અને યોજનાઓનો ભરપુર ફાયદો ઉઠાવો.

(12:15 pm IST)