Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં માર્ગ દુર્ઘટનામાં ૭ના મોત

રાજોરી : જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લામાં થયેલા એક માર્ગ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થઇ ચુક્યા છે અને 25 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ચુક્યા છે. મળતી માહિતી અનુસાર રાજોરીના ડેહરાની ગલી વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર લપસીને ઉંડી ખાઇમાં ખાબકી હતી. ઘાયલોને નજીકની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અહીં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર બસમાં ક્ષમતાથી વધારે યાત્રીઓ બેઠેલા હતા.

રાજોરીનાં જિલ્લા વિકાસ અધિકારી એજાજ અસદે જણઆવ્યું કે, પુંછથી શરદા શરીફ જઇ રહેલા ટેમ્પો ટ્રાવેલર થાનામંડી વિસ્તારમાં આશરે ડોઢ વાગ્યે 800 મીટર ઉંડી ખાઇમાં ખાબકી હતી. તેમણે જણાવ્યું કે, વળાંક પર વાહન અનિંયંત્રિત થવાનાં કારણે દુર્ઘટના થઇ. અસદે જણાવ્યું કે, દુર્ઘટનામાં ચાર મહિલાઓ અને એક કિશોરી સહિત 7 બાળકોનાં મોત નિપજ્યાં જ્યારે 25 અન્ય ઘાયલ થઇ ગયા

તેમણે જણાવ્યું કે, ગંભીર રીતે 11 ઘાયલોને વિશેષ સારવાર માટે જમ્મુ ખાતે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ (GMC) મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, બાકી 14 લોકોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેમની સ્થિતી સ્થિર છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મરનારામાં એક દંપત્તી છે, જેની ઓળખ મોહમ્મદ પજીર (40) અને તેમની પત્ની સફીના (33)ના તરીકે થઇ છે.

(12:17 pm IST)