Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

28 ઓગષ્ટે ચંદ્રયાન-2ને ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવશે

 

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) 21 ઓગષ્ટે Chandrayaan-2ને ચંદ્રની બીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો હતો. આજથી બે દિવસ એટલે કે 28 ઓગષ્ટે ચંદ્રયાન-2ને ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવશે. ચંદ્રયાન-2ને ચંદ્રની ત્રીજી કક્ષામાં સવારે 5.30થી 6.30 વાગ્યાની વચ્ચે પ્રવેશ કરાવવામાં આવશે. ત્યારબાદ ચંદ્રયાન-2 ચંદ્રની ચારેય બાજુ 178 કિમીની એપોજી અને 1411 કિમીની પેરીજીમાં ચક્કર લગાવશે. પરંતુ, શું તમને ખબર છે કે ચંદ્રની ચારેય બાજુ ચક્કર લગાવી રહેલા ચંદ્રયાન-2 પર ઈસરો વૈજ્ઞાનિક નજર કેવી રીતે રાખે છે.

 

ઈસરોની મળતી માહિતી મુજબ ચંદ્રયાન-2 પર નજર રાખવા માટે ઈસરો મદદ લે છે પોતાના ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) સેન્ટરથી. સેન્ટરની દુનિયાભરમાં ગલભગ 19 શાખાઓ છે. તેને ટેલીમેટ્રી એન્ડ ટ્રેકિંગ (TTC) સેન્ટર કહે છે. તેમાંથી 5 શાખાઓ દેશમાં છે. બેંગલુરૂ, શ્રીહરિકોટા, પોર્ટ બ્લેયર, તિરૂવનંતપુરમ અને લખનઉમાં સ્થિત છે. તેની સિવાય બ્રુનેઈ, બિયાક અને મોરિશસ સહિત 14 સેન્ટર્સ દુનિયાના અલગ-અલગ દેશોમાં લાગેલા છે. સેન્ટર્સ દિવસ-રાત ચંદ્રયાન-2 પર ધ્યાન રાખી રહ્યાં છે.

 

ઈસરો વૈજ્ઞાનિકોએ 20 ઓગષ્ટ એટલે મંગળવારે ચંદ્રયાન-2ને ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું હતુ. ઈસરો વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને લગભગ 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરી નાંખી હતી. ચંદ્રયાનની ગતિમાં 90% કરવામાં આવ્યો કારણ કે તે ચંદ્રના ગુરૂત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર પર અથડાય. 20 ઓગષ્ટ એટલે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવવો ઈસરો વૈજ્ઞાનિકો માટે ખુબ મુશ્કેલી ભર્યું હતુ. પરંતુ, આપણા વૈજ્ઞાનિકોએ તેને કુશળતાથી અને સટિકતા સાથે પ્રવેશ કરાવ્યું.

------------

(10:57 am IST)