Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

શેરબજારમાં બમ્પર તેજી : ૭૯૩ પોઇન્ટનો વિક્રમી ઉછાળો નોંધાયો

બુસ્ટર ડોઝની સીધી અસર વચ્ચે શેરબજારમાં સર્વાંગી તેજી રહીઃ બેંકિંગ, એનડીએફસી, રિયાલીટીના શેરમાં જામેલી જોરદાર લેવાલી : સુસ્તીને દૂર કરવા નાણાપ્રધાન સીતારામનની ઘોષણા બાદ કારોબારી ભારે ખુશખુશાલ

મુંબઇ, તા.૨૬: નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બેંકિંગ, ઓટો મોબાઇલ અને એનબીએફસી સેક્ટર માટે મંદીને દૂર કરવા માટે શ્રેણીબદ્ધ પગલાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તથા એફપીઆઈ ઉપર વધારવામાં આવેલા સરચાર્જને પરત લેવાના નિર્ણય બાદ ધારણા પ્રમાણે જ આજે શેરબજારમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં બમ્પર તેજીના પરિણામ સ્વરુપે કારોબારમાં તેજી જામી હતી. શેરબજારમાં આજે તેજી માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. શેરબજારમાં બુસ્ટર ડોઝની અસર આજે જોવા મળી હતી. ચીનની સાથે વેપાર મંત્રણા પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પણ બજારમાં તેજી જોવા મળી રહી છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી પણ મૂડીરોકાણકારોની ધારણા મજબૂત બની છે. બીએસઈમાં ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૭૯૩ પોઇન્ટ ઉછળીને ૩૭૪૯૪ની સપાટી ઉપર આજે બંધ રહ્યો હતો. બુસ્ટર ડોઝની અસર વચ્ચે સેંસેક્સ એક વખતે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૮૪૩ પોઇન્ટ સુધી ઉછળ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં આંશિક ઘટાડો રહ્યો હતો અને કારોબારના અંતે સેંસેક્સ ૨.૧૬ ટકા સુધી ઉછળીને બંધ રહ્યો હતો. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે એચડીએફસી, યશ બેંક, બજાર ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. વેદાંતા, સનફાર્મા, હિરો મોટોના શેરમાં કારોબાર દરમિયાન સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે બ્રોડર નિફ્ટી ૫૦માં ૨૪૧ પોઇન્ટનો ઉછાળો ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નોંધાયો હતો. ત્રણ કારોબારી સેશન બાદ નિફ્ટીએ ૧૧ હજારની સપાટી હાંસલ કરી લીધી હતી. જો કે, નિફ્ટી કારોબારના અંતે ૨૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૮ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં આજે તેજી માટે વિવિધ પરિબળોની અસર જોવા મળી હતી. બીએસઈમાં ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ રેકોર્ડ ઉછાળા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ રેકોર્ડ ઉછાળા સાથે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેંસેક્સ ૩૭૫૪૪ની ઉંચી અને ૩૬૪૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૧૦૭૦ની ઉંચી અને ૧૦૭૫૬ની નીચી સપાટીએ રહ્યો હતો. બીએસઈમાં ૩૦ શેર પૈકી ૨૨ કંપનીઓના શેરમાં તેજી અને આઠ કંપનીઓના શેરમાં મંદી રહી હતી. આવી જરીતે એનએસઈમાં ૩૭ કંપનીઓના શેરમાં લેવાલી અને ૧૩ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. એશિયન શેરબજારમાં પણ આજે ઉથલપાથલ રહી હતી પરંતુ તેની અસર શેરબજાર ઉપર થઇ ન હતી. શેરબજારમાં આજે જોરદાર લેવાલી જામી હતી. શેરબજારમાં ઉલ્લેખનીય ઉછાળો રહેવા માટે પાંચ કારણો મુખ્યરીતે જવાબદાર રહ્યા હતા. હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિવિધ પગલાની જાહેરાત કરવામાં આવી હતી. સીતારામને શુક્રવારના દિવસે મોડી રાત્રે અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સરચાર્જ લાગૂ કરવામાં આવ્યા બાદ એફપીઆઈ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ક્રૂડની કિંમતમાં આજે ઘટાડો રહ્યો હતો. હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એફપીઆઈ અને સ્થાનિક રોકાણકારો માટે બુસ્ટરની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરુપે આજે ધારણા પ્રમાણે જ તેજી રહી હતી. પીએસયુ બેંક માટે ૭૦૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી ચુકી છે જેના લીધે કેશફ્લોમાં વધારો થશે. સાથે સાથે તમામ પ્રકારની લોન સસ્તી થશે. રિયલ એસ્ટેટ ડેવલપર્સના શેરમાં પણ તેજી રહી શકે છે. કારણ કે નાણામંત્રીએ આગામી સપ્તાહમાં આવાસની ખરીદી કરનાર લોકોની ચિંતાને દૂર કરવા વધુ પગલા જાહેર કરી શકે છે. આગામી થોડાક દિવસોમાં વધુ પગલાની જાહેરાત થનાર છે.  ડિપોઝિટરી ડેટાના કહેવા મુજબ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી ૧૨૧૦૫.૩૩ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે પરંતુ પહેલી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૯૦૯૦.૬૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ મૂડી માર્કેટ જેમાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેનો સમાવેશ થાય છે તેમાંથી ૩૦૧૪.૭૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની વાત કરવામાં આવી ચુકી છે. ઓટો મોબાઇલ ક્ષેત્રમાં વાહનોના ભારે રજિસ્ટ્રેશન ચાર્જના નિર્ણયને પણ ટાળી દેવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના નિર્ણયની અસર જોવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન યશ બેંકના શેરમાં સૌથી વધુ ૬.૩૩ ટકા, એચડીએફસીમાં ૫.૨૪ ટકા, બજાજ ફાઈનાન્સમાં ૪.૬૬ ટકા, એચડીએફસી બેંકમાં ૪.૨૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. એનએસઈમાં અદાણી પોર્ટના શેરમાં ૫.૮૧ ટકા, એચડીએફસીમાં ૫.૨૦ ટકાનો ઉછાળો રહ્યો હતો.

સેંસેક્સમાં વિક્રમી ઉછાળા....: ઇતિહાસમાં એક દિવસમાં સૌથી મોટા ઉછાળા

નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બેંકિંગ, ઓટો મોબાઇલ અને એનબીએફસી સેક્ટર માટે મંદીને દૂર કરવા માટે શ્રેણીબદ્ધ પગલાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તથા એફપીઆઈ ઉપર વધારવામાં આવેલા સરચાર્જને પરત લેવાના નિર્ણય બાદ ધારણા પ્રમાણે જ આજે શેરબજારમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં બમ્પર તેજીના પરિણામ સ્વરુપે કારોબારમાં તેજી જામી હતી. શેરબજારમાં આજે તેજી માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. શેરબજારમાં બુસ્ટર ડોઝની અસર આજે જોવા મળી હતી. શેરબજારમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી મોટા ઉછાળાના આંકડા નીચે મુજબ છે.

¨    ૧૮મી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૨૧૧૦ પોઇન્ટનો ઉછાળો

¨    ૨૦મી મે ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૧૪૨૧ પોઇન્ટનો ઉછાળો

¨    ૨૫મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૧૧૪૦ પોઇન્ટનો ઉછાળો

¨    ૨૫મી માર્ચ ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૯૨૮ પોઇન્ટનો ઉછાળો

¨    ૧૪મી નવેમ્બર ૨૦૦૭ના દિવસે સેંસેક્સમાં ૮૯૪ પોઇન્ટનો ઉછાળો

¨    ૨૩મી ઓક્ટોબર ૨૦૦૭ના દિવસે સેંસેક્સમાં ૮૭૮ પોઇન્ટનો ઉછાળો

¨    ૨૩મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૮૬૪ પોઇન્ટનો ઉછાળો

¨    ૨૬મી ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૭૯૩ પોઇન્ટનો ઉછાળો

¨    પહેલી માર્ચ ૨૦૧૬ના દિવસે સેંસેક્સમાં ૭૭૭ પોઇન્ટનો ઉછાળો

¨    ૩૧મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે સેંસેક્સમાં ૭૪૪ પોઇન્ટનો ઉછાળો

¨    ૧૨મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સેંસેક્સમાં ૭૩૨ પોઇન્ટનો ઉછાળો

¨    ચોથી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૭૩૧ પોઇન્ટનો ઉછાળો

¨    ૧૫મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે સેંસેક્સમાં ૭૨૯ પોઇન્ટનો ઉછાળો

¨    ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સેંસેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો

શેરબજાર કેમ ઝુમી ઉઠ્યું... એફપીઆઈ, ડીઆઈઆઈને બુસ્ટર ડોઝઃ મુંબઈ, તા. ૨૬

નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બેંકિંગ, ઓટો મોબાઇલ અને એનબીએફસી સેક્ટર માટે મંદીને દૂર કરવા માટે શ્રેણીબદ્ધ પગલાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તથા એફપીઆઈ ઉપર વધારવામાં આવેલા સરચાર્જને પરત લેવાના નિર્ણય બાદ ધારણા પ્રમાણે જ આજે શેરબજારમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં બમ્પર તેજીના પરિણામ સ્વરુપે કારોબારમાં તેજી જામી હતી. શેરબજારમાં આજે તેજી માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. શેરબજારમાં બુસ્ટર ડોઝની અસર આજે જોવા મળી હતી. શેરબજાર ઝુમી ઉઠવા માટે જે કારણ જવાબદાર રહ્યા તે નીચે મુજબછે.

બુસ્ટર ડોઝની અસર

નાણામંત્રી નિર્મલા સીતારામને હાલમાં જ એફપીઆઈ અને ડીઆઈઆઈ પર વધારવામાં આવેલા સરચાર્જને પરત લેવાનીજાહેરાત કરી હતી. ધારણા પ્રમાણે જ આની અસર આજે જોવા મળી હતી. વેચવાલીના દબાણથી મુક્તિ મળી હતી. રોકાણકારોએ જોરદારરીતે લેવાલી હાથ ધરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં ૨થી પાંચ કરોડની આવક ઉપર ઇન્કમટેક્સ ઉપરાંત સરચાર્જને ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા અને પાંચ કરોડની વધુની આવક પર ૩૭ ટકા સરચાર્જ કર્યો હતો. કેન્દ્રના સરચાર્જ લાગૂ કરવાના નિર્ણય બાદ એફપીઆઈ નારાજ હતા. આખરે એફપીઆઈ અને ડીઆઈઆઈ પર વધારવામાં આવેલા સરચાર્જને પરત ખેંચાયો છે

આરબીઆઈ બોર્ડની બેઠક પહેલા અસર

બિમલ જાલન કમિટિએ પોતાનો અહેવાલ આરબીઆઈને સોંપી દીધો છે. કેન્દ્રીય બેંક દ્વારા તેના ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. આ કમિટિની રચના જુદા જુદા વિકલ્પો ઉપર સૂચન કરવા માટે કરવામાં આવી હતી. આરબીઆઈની પાસે કેટલી રકમ રિઝર્વ તરીકે હોવી જોઇએ અને કેન્દ્ર સરકારને કેટલી રકમ આપવી જોઇએ તે અંગે આની રચના કરવામાં આવી હતી. પોતાના રિપોર્ટ પહેલા જ જણાવવામાં આવ્યું હતું કે, સમિતિએ આરબીઆઈ રિઝર્વના ટ્રાન્સફરની તરફેણ કરી છે પરંતુ તબક્કાવારરીતે આ રકમ ટ્રાન્સફર કરાશે

ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો છે જેથી અમેરિકા ક્રૂડની કિંમત બે સપ્તાહની નીચી સપાટી પર છે જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧.૫ ટકા સુધી ઘટી જતાં તેલની કિંમત પ્રતિબેરલ ૫૮.૪૫ ડોલર થઇ ગઇ છે. ૧૫મી ઓગસ્ટ બાદ આ સૌથી નીચી સપાટી છે

ઉદ્યોગોને પ્રોત્સાહન

નાણામંત્રીએ સરકારી બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની જાહેરાત કરી છે. જેથી નાણાંકીય વ્યવસ્થામાં પાંચ લાખ કરોડ રૂપિયા આવવાની શક્યતા છે. ઓટો મોબાઇલ ક્ષેત્રમાં વાહનોના ભારે રજિસ્ટ્રેશન ચાર્જના નિર્ણયને પણ જૂન ૨૦૨૦ સુધી ટાળી દેવામાં આવ્યો છે. ઓટો ક્ષેત્રમાં માંગ ઉપર ઉલ્લેખનીય અસર જોવા મળી રહી છે

રિયાલીટી ક્ષેત્રને પ્રોત્સાહન

નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્ર સરકાર દ્વારા આગામી સપ્તાહોમાં કેટલાક નવા પગલાની જાહેરાત કરવાના સંકેત આપ્યા છે જેનો હેતુ સમસ્યાઓનો સામનો કરી રહેલા આવાસ ખરીદનાર લોકોની સમસ્યાઓને હળવી કરવાનો છે તથા પેન્ડિંગ રહેલા મુદ્દાઓને ઉકેલ લાવવામાં આવશે. શેરબજારમાં લેવાલી માટે ઓટો મોબાઇલ, બેંકિંગ અને એનડીએફસી સેક્ટરમાં આવેલી મંદીને દૂર કરવા જાહેર કરાયેલા બુસ્ટર પેકેજની અસર જોવા મળી હતી

(7:46 pm IST)