Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

મેલબોર્નમાં ગુજરાતી વિદ્યાર્થી મૌલિન રાઠોડને રાત્રે ઘરે બોલાવી 19 વર્ષની યુવતીએ કરી હત્યા :કારણ અકબંધ

મૌલિન માતા-પિતાનું એકમાત્ર સંતાન : ડેટિંગ સાઇટ દ્વારા મૌલિનને યુવતી સાથે થયો સંપર્ક

 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી મૌલિન રાઠોડને એક યુવતીએ ઘરે બોલાવી હત્યા કરી છે મૂળ અમદાવાદનો મૌલિન છોકરી સાથે ડેટિંગ સાઇટ દ્વારા સંપર્કમાં આવ્યો હતો અને તેને મળવા ગયો હતો. છોકરીએ રાત્રે તેને ઘરે બોલાવીને હત્યા કરી નાંખી હતી.

  મૌલિન રાતે છોકરીના ઘરે ગંભીર રીતે ઘાયલ હાલતમા મળ્યો હતો. જે બાદ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.મૌલિન મેલબોર્નમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કરતો હતો મૌલિન રાઠોડ સોમવારે સ્થાનિક સમય મુજબ રાતે 9 વાગે પશ્ચિમ મેલબોર્નના સનબરી ઉપનગરમાં 19 વર્ષીય છોકરીના ઘરે આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ છોકરી તેના ઘરમાં એકલી રહે છે. તેની જાણી જોઈને ઈજા પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

(12:45 am IST)