Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

દિલ્હી-એનસીઆર ભારે વરસાદને પગલે પૂર: ગાઝિયાબાદના વસુંધરામાં રસ્તો જ ગાયબ

 

નવી દિલ્હી :દિલ્હી એનસીઆરમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે દેશની રાજધાની દિલ્હીમાં આખા શહેરમાં ઠેર -ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને ખુબ પરેશાની આવી રહી છે. થોડા કલાકના વરસાદે એવી તબાહી મચાવી કે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે. ગાઝિયાબાદના વસુંધરામાં વરસાદને કારણે રસ્તો તૂટીને આખો ગાયબ થઇ ગયો. રસ્તાની પાસે આવેલી સોસાયટીના ઘર ખાલી કરાવવામાં આવ્યા છે.

(10:12 pm IST)