Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

આઈડિયા અને વોડાફોનના મર્જરને મળી મંજૂરી બંને કંપનીઓના પ્રમુખને સર્ટિફિકેટ સોંપી દેવાયા

ટેલીકોમ ઇંડસ્ટ્રીમાં આઈડીયા અને વોડાફોનના સૌથી મોટા મર્જરને મંજૂરી મળી ગઇ છે. જેથી આઈડીયા અને વોડોફોન ઈન્ડિયા હવે એક થઈ જશે. દૂરસંચાર વિભાગ (DoT) આજે બંનેના વિલયને મંજૂરી આપ્યા બાદ બંને કંપનીઓના પ્રમુખને સર્ટિફિકેટ સોંપી દેવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ટેલીકોમ કંપનીઓના મર્જર બાદ તે દેશની સોથી મોટી દૂર સંચાર કંપની બની જશે.

(8:26 pm IST)