Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ઇમરાન રિવર્સ સ્વિંગના કિંગ તરીકે ઉભર્યો હતો : અહેવાલ

સરફરાઝ નવાઝને ગુરુ તરીકે માની લીધા હતા : ૧૯૭૪માં ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડે રમી : ૧૯૮૨માં પાકનો કેપ્ટન બન્યો : ૧૯૯૨માં વર્લ્ડકપ વિજેતા બન્યો

ઇસ્લામાબાદ, તા. ૨૬ : પશ્તૂનના બરકી કબીલાની માતાના પુત્ર ઇમરાન ખાન માટે કેરિયરના ત્રણ રસ્તા એ પ્રકારથી લોહીમાં મળેલા છે. આ ત્રણ બાબતમાં ખેલ, એજ્યુકેશન અને સેના છે. રિવર્સ સ્વિંગના જનક તરીકે ગણાતા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાઝને ગુરુ માનીને દુનિયામાં રિવર્સ સ્વિંગ કિંગ તરીકેનો તાજ ઇમરાન ખાને જીત્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતાડવામાં પણ ઇમરાને ભૂમિકા ભજવી હતી. પિતાની તરફેણમાં જોવામાં આવે તો ઇમરાનના પશ્તૂનના નિયાજી કબીલાનું લોહી છે. ૧૯૭૧માં ભારતની સામે મળેલી હાર બાદ જનરલ નિયાજીએ સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદથી જુદી ગતિવિધિમાં સામેલ રહ્યા હતા. ઇમરાન વડાપ્રધાન બનવાથી નિયાજી સમુદાય માટે ગર્વની બાબત છે. પશ્તુનો તરફથી કોઇ પ્રથમ વ્યક્તિ વડાપ્રધાન બનવા જઇ રહી છે. ઇમરાનની લાઇફ સંપૂર્ણપણે ફિલ્મી તરીકે છે જેમાં મોટા પરિવાર, સ્ટારડમ, વિવાદ, પોલિટીક્સ તમામ બાબત સામેલ છે. ઇમરાન ખાનની કેરિયર અને લાઇફની વાત કરવામાં આવે તો ૫મી ઓક્ટોબર ૧૯૫૨ના દિવસે ઇમરાનનો જન્મ થયો હતો. લાહોરમાં જન્મ થયા બાદ લાહોરમાં જ સિક્ષણ મેળવ્યું હતું. મોડેથી ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૭૫માં ઇમરાને ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેબલ કોલેજથી રાજનીતિ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ઇમરાનની માતા શૌકત ખાનમ બુરકી પરિવારમાંથી છે. ૧૬ વર્ષની વયમાં ઇમરાને પ્રોફેશનલ ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. ૧૯૬૮માં ફર્સ્ટક્લાસમાં ડેબ્યુ કરીને શરૂઆત કરી હતી. ૧૯૭૧માં ઇમરાનને ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. ૧૯૭૪માં આજ દેશ માટે પ્રથમ વનડે રમી હતી. ૧૯૮૨માં ઇમરાન ટીમનો કેપ્ટન બન્યો હતો. રિવર્સ સ્વિંગના કિંગ તરીકે ઇમરાને લોકપ્રિયતા મેળવી હતી. તેની ઓળખ એક ઓલરાઉન્ડર તરીકે થઇ હતી. ૧૯૮૭માં તેના નેતૃત્વમાં પાકિસ્તાનને વર્લ્ડકપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઇમરાને નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ પાકિસ્તાનના તત્કાલિન પ્રમુખ જનરલ જીયા ઉલ હકના આદેશથી નિવૃત્તિ પાછી ખેંચી હતી. ઇમરાનની વાપસી જોરદાર રહી હતી. ૧૯૯૨માં પાકિસ્તાને વર્લ્ડકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ૧૯૯૨માં ૨૫મી માર્ચે ઇમરાને પોતાની છેલ્લી વનડે ઇંગ્લેન્ડ સામે રમી હતી. એટલે કે ઇંગ્લેન્ડની સામે શરૂ થયેલી પટકથા ઇંગ્લેન્ડ સામે જ પુરી થઇ હતી. ૧૯૯૨માં ઇમરાને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

ઇમરાનની રોમિયો તરીકે છાપ ઉભી થઇ ગઇ હતી

ઇમરાનના ત્રણ લગ્ન, પ્લેબોયની છાપ

        ઇસ્લામાબાદ, તા. ૨૬ : ક્રિકેટની દુનિયામાં સ્ટારડમ હાસલ કરી ચુકેલા ઇમરાનની છાપ ક્રિકેટના દિવસોથી જ ક્લબોમાં જનાર એક હાઈક્લાસ રોમિયો તરીકે ઉભી થઇ હતી. ૧૯૯૫માં બ્રિટિશ પત્રકાર ગોલ્ડ સ્મિથની સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ નવ વર્ષ સુધી ચાલ્યા હતા. ૨૦૦૪માં તલાક થયા હતા. ૨૦૧૪માં ટીવી એન્કર રહેમ ખાન સાથે ઇમરાને ફરી લગ્ન કર્યા હતા. રેહમ હાલ ભારે ચર્ચામાં છે. કારણ કે, માત્ર ૧૦ મહિના સુધી આ લગ્ન ચાલ્યા હતા. ઇમરાન ઉપર ગંભીર આક્ષેપો રેહમે કર્યા છે. રેહમે એક પુસ્તક રહ્યું છે જેમાં તમામ પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા છે. ઇમરાને ફેબ્રુઆરી ૨૦૧૮માં ત્રીજા લગ્ન કર્યા હતા. બૂસરા માનીતા સાથે આ લગ્ન કર્યા હતા. માનીતા ઇમરાનની ધાર્મિક ગુરુ તરીકે છે. બૂસરાએ લગ્ન કરતા પહેલા કહ્યું હતું કે, તેના વડાપ્રધાન બનવા માટે ત્રીજા લગ્ન જરૂરી છે. ઇમરાનની રાજકીય કેરિયર ૧૯૯૬માં શરૂ થઇ હતી તે વખતે તહેરીકે ઇન્સાફ નામની પાર્ટીની રચના કરવામાં આવી હતી. ૧૯૯૭માં પ્રથમ ચૂંટણી હારી ગયા હતા. ૨૦૦૨માં માત્ર તેમને જ જીત મળી હતી. પાર્ટીની હાર થઇ હતી. ૨૦૦૭માં પરવેઝ મુશર્રફે ઇમરજન્સીની જાહેરાત કરી ત્યારે ઇમરાન ખાનને પણ જેલમાં જવાની ફરજ પડી હતી. ૨૦૦૮માં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ૨૦૧૩માં નયા પાકિસ્તાનનો નારો ઇમરાને આપ્યો હતો અને શરીફ-ભુટ્ટો સામે જંગ છેડ્યો હતો.

(7:33 pm IST)