Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ભારત તૈયાર હોય તો સબંધો સુધારવા ઈચ્છા : કાશ્મીર સમસ્યા ઉકેલવા કોશિશ કરીશ : ઇમરાનખાન

મારી સરકાર ગરીબો માટે કામ કરશે પાકિસ્તાનમાં અડધી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે પાકિસ્તાનમાં 2.50 કરોડ બાળકો સ્કૂલે જતા નથી

કરાચી :પાકિસ્તાનમાં ચૂંટણી જીત્યા બાદ ઇમરાનખાને ભારત સાથે સબંધો સુધારવા ઈચ્છા વ્યક્ત કરી છે એક પ્રેસ કોન્ફ્રનમાં ઇમરાનખાને કહ્યું કે 22 વર્ષોની મહેનત રંગ લાવી છે દેશને મેં ઉપરથી ચી ગબડતો જોયો છે આ ચૂંટણીમાં લોકોએ કુરબાની આપી છે હું બ્લુંસ્ટાન્ન લોકોને ધન્યવાદ કરવા ઈચ્છું છું

   ઇમરાનખાને કહ્યું કે મારી સરકાર ગરીબો માટે કામ કરશે પાકિસ્તાનમાં અડધી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે પાકિસ્તાનમાં 2,50 કરોડ બાળકો સ્કૂલે જતા નથી મારી ઈચ્છા છે કે સમગ્ર દેશ એક સાથે આવે અને અમારા વિરુદ્ધ જેણે મત આપ્યો છે જે લોકોએ મારા પર વ્યક્તિગત હુમલો કર્યો છે હું બધું જ ભૂલી ચુક્યો છું

  ઇમરાનખાને કહ્યું કે અત્યાર સુધી સત્તાધીશોએ પોતાની શાન શૌકત માટે પૈસા ખર્ચ કરાયા હું લોકોના ટેક્સના પૈસાનું રક્ષણ કરીશ અમે ખર્ચો ઓછો કરશુંપીએમ હાઉસ અને ગવર્નર હાઉસને પબ્લિક ઉપયોગ કરી શકશે

   ઇમરાનખાને કહ્યું કે ચીન સાથે સબંધો મજબૂત કરશે ચીનથી કરપશન ખત્મ કરવો અને ગરીબી ખતમ કરવા શીખશું અમેરિકા સાથે એવા સબંધો જોય જેનાથી બંને દેશને ફાયદો મળે ઇમારને કહ્યું કે અફસોસ થયો કે ભારતીય મીડિયાએ મને વિલન તરીકે ચીતર્યો હું એ પાકિસ્તાની છું જેણે હિન્દુસ્તાની લોકોથી નિકટતા રહી છે જો ભારત   તૈયાર છે તો હું ઈચ્છીશ કે સબંધો સુધારે ,કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવા કોશિશ કરીશ ઇમરાને કહ્યું કે કાશ્મીર મામલે વાતચીત કરશું સબંધો ઠીક કરવા તેઓ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે

(7:32 pm IST)