Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

GM ડાયટ દ્વારા ૭ દિવસમાં ઘટાડી શકાય છે ૭ કિલો વજન

કોઈ બીમારી હોય કે દવા ચાલતી હોય તો ડાયટ કરતાં પહેલા તમારા ડોકટરની સલાહ લેવી.

નવીદિલ્હી, તા.૨૬: આજકાલ લોકોમાં સૌથી વધારે ક્રેઝ હોય તો તે વજન દ્યટાડવાનો છે. દ્યણા લોકો એવા છે જે વધારે મહેનત કર્યા વિના વજન દ્યટાડવા માગે છે. જો તમે પણ એમાના એક હોવ તો આ ઞ્પ્ ડાયટ ફોલો કરો. GMડાયટથી ૭ દિવસમાં ૫-૭ કિલો વજન દ્યટાડી શકાશે. ઞ્પ્ ડાયટમાં ૭ દિવસ સુધી અલગ-અલગ ફૂડ ગ્રુપમાંથી ખાવાની સલાહ આપવામાં આવે છે અને આ ડાયટથી વજન દ્યટે છે તેવો દાવો પણ કરાયો છે.

 ડાયટ ફોલો કરીને તમે વજન દ્યટાડી શકો છો સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. GMડાયટથી તમારી પાચનક્રિયા વ્યવસ્થિત રહે છે, શરીર ડિટોકસ થાય છે એટલે કે શરીરમાંથી હાનિકારક તત્વો દૂર થાય છે. ફેટ બર્ન કરવાની ક્ષમતા પણ વધે છે. જે લોકોGM ડાયટ ફોલો કર્યું છે તેમને પરિણામ તો મળ્યું છે. કારણકે આ ડાયટમાં ફળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. આમાં કેલરી પણ ઓછી હોય છે. સારા પરિણામ માટે ૫થી ૭ દિવસના ગેપ બાદ આ ડાયટને તમે ફરીવાર ફોલો કરી શકો છો.

પહેલો દિવસઃ કેળા સિવાયનું કોઈપણ ફળ. આ ફળ તમે જેટલી વાર ઈચ્છા થાય તેટલી વાર ખાઈ શકો છો. આ દરમિયાન તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે કારણકે તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. અને તરબૂચ વજન દ્યટાડવામાં મદદ કરે છે.

બીજો દિવસઃ કોઈપણ શાક દિવસમાં જેટલી વખત મન થાય તેટલી વખત બાફેલું કે કાચું ખાઈ શકો છો. ઈચ્છો તો બ્રેકફાસ્ટમાં મીડિયમ સાઈઝના ૧ બટાકાને ૧ ચમચી લો-ફેટ માખણ સાથે ખાઈ શકો છો.

ત્રીજો દિવસઃ કેળા અને બટાકા સિવાય કોઈપણ ફ્રૂટ કે શાક દિવસ દરમિયાન બાફીને કે કાચું ખાઈ શકાય છે.

ચોથો દિવસઃ ચોથા દિવસે તમારે માત્ર દૂધ અને કેળા ખાવાના છે. દિવસમાં ૬-૮ મોટા કેળા અને ૩ ગ્લાસ સ્કીમ્ડ મિલ્ક પી શકો છો.

પાંચમો દિવસઃ શાકાહારી હોવ તો બ્રાઉન રાઈસ કે પનીર ખાઈ શકો છો. માંસાહારી હોવ તો ૨૮૦ ગ્રામ ચિકન કે ફિશને ૬ મોટા-મોટા ટામેટાં સાથે ખાવા. પાણી પીવાની ક્ષમતા વધારો.

છઠ્ઠો દિવસઃ આ દિવસે તમે ઈચ્છો તેટલું શાક ખાઈ શકો છો. ખાસ કરીને પાલક ખાવું પણ બટાકાં ન ખાવા. શાકાહારી વ્યકિતઓ બ્રાઉન રાઈસ અને પનીર જયારે માંસાહારીઓ ચિકન કે ફિશ ખાઈ શકે છે. આ દિવસે પણ ખૂબ પાણી પીઓ.

સાતમો દિવસઃબ્રાઉન રાઈસ અથવા એક રોટલી, ફ્રૂટ જયૂસ, ફળ અને શાક આખો દિવસ ખાઈ શકો છો.

ડાયટ ફોલો કરતી વખતે જરૂરી છે કે સાત દિવસ સુધી તમે ઓછામાં ઓછું ૪૫ મિનિટ ચાલો. જો તમને વીકનેસ (નબળાઈ) લાગે તો વધારે મહેનત થાય તેવી કસરત ટાળવી. વધારે કેલરીવાળા પીણાં અને સ્વીટનર્સનું સેવન ન કરવું. ઈચ્છો તો આ દિવસો દરમિયાન બ્લેક ટી, બ્લેક કોફી કે હર્બલ ટી પી શકો છો પરંતુ ખાંડ નાખ્યા વિના. કોઈ બીમારી હોય કે દવા ચાલતી હોય તો ડાયટ કરતાં પહેલા તમારા ડોકટરની સલાહ લેવી.

જયારે એક અઠવાડિયા સુધી GM ડાયટ ફોલો કરો છો તે બાદના એક અઠવાડિયા સુધી એવી વસ્તુઓ ખાવી જેમાં પ્રોટીન વધારે હોય અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય. આ દરમિયાન કોઈપણ પ્રકારનું જંક ફૂડ ન ખાવું કારણકે ફરીથી વજન વધી શકે છે.

(4:37 pm IST)