Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ફેસબુક એકાઉન્ટ ડીએકટીવ કરવામાં યુવાન અને અપરિણીત લોકોનું પ્રમાણ ઊંચું

નવી દિલ્હી તા ૨૬ :  યુવાન અને અપરિણીત લોકો ફેસબુક એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ વિચાર કરે છે એમ એક અભ્યાસમાં જણાવવામા આવ્યું છે. આ સંશોધનમાં જણાયું હતુ કે ફેસબુકનો ઉપયોગ કરનારાઓમાં મધ્યમ વયની મહિલાઓનું પ્રમાણ સોૈથી વધુ છે. સંશોધન ાટેસંશોધકોએ ફેસબુકનો ઉપયોગ કરનારાઅદના જસ્તી વિષ્યક અને સામાનીક અને આર્થિક પરિબળોનો અભ્યાસ કર્યો હતો.જેમાં અમેરિકાના ૧૦૦૦ પરિવારોના ૧૮ વર્ષ કે એથી વધુ વયના લોકોનાપરતિભાવો વિશે ટેલીફોન પર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેના અભ્યાસ માટે વય, લિંગ ઉપરાંત છેલલા ચાર સપ્તાહ દરમ્યાન નોકરી શોધતા હતા કે કેમ તેમજ પરિવારની આવક જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.

સંશોધનમાં જણાયું હતુ કે હાલમાં નોકરી કરતી ન હોય એવી ૪૦ થી ૬૦ વર્ષની વયની મહિલાઓ કે પછી તાજેતરમાં જ લગ્ન કર્યા હોય એવી મહિલાઓમાં ફેરબુકના ઉપયોગનું પ્રમાણ વધુ છે.

ફેસબુક એકાઉન્ટ ડીએકટિવ કર્યુ હોય કે એવો વિચાર કર્યો હોય એવા લોકોમાં યુવાન, રોજગાર શોધતા તેમજ અપરિણિતોનું પ્રમાણ વધુ ીે. ફેસબુક પર એકાઉન્ટ ન હોય એવા લોકોમાં વયસ્ક પુરૂષો, ઓછી આવક ધરાવતા કે પછી આફ્રિકન-અમેરિકન્સનું પ્રમાણ ઊંચું છે.

(3:54 pm IST)