Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

૮૨ વર્ષના ભાઇએ ૧૪ તળાવ ખોધા પાણી, જંગલ અને જમીનને બચાવવા

બેંગ્લોર તા. ૨૬ : કર્ણાટકના માંડ્યા ગામમાં રહેતા ૮૨ વર્ષના  કામેગૌડા નામના ભાઇએ પર્યાવરણ સરંક્ષણનની વાતો કરનારાઓ માટે ઉદાહરણરૂપ કામ કરી બતાવ્યુ છે. સિનીયર સિટિઝન કાકાએ  જાતે અને એકલા હાથે ૧૪ તળાવો ખોદી કાઢયાં છે. કામેગૌડા તેમના ઘરની નજીકના વેરાન વિસ્તારમાં પ્રાણીઓ ચરાવવા  જતા અને એક તરફ પ્રાણીઓ ચારો ચરતા અને આ ભાઇ ત્યાં ઝાડ રોપવાનુ કામ કરતા અથવા તો તળાવ માટેનો ખાડો ખોદતા. પ્રાણીઓને સુકો ચારો તો મળી રહેતો પણ પીવાનુ પાણી નજીકમાં કયાંય નહોતુ  એ પરથી  તેમને તળાવ  ખોદવાનો  વિચાર આવ્યો. પાણી જમીનમાં ટકે એ માટે  તેમણે તળાવ  ખોદવાની સાથે એ  વિસ્તારમાં વૃક્ષો વાવવાનુ પણ શરૂ કર્યુ હજી ૨૦૧૭ સુધી તેમણે માત્ર ૬ જ નાના તળાવો ખોદ્યાં હતા. તેમની આ કામગીરી જોઇને  લોકો અને સરકાર તરફથી  તેમને રોકડ ઈનામો મળવા લાગ્યા . કામગૌડાએ   એ પૈસા પોતાના માટે ન વાપરતા એમાંથી વધુ ઓજારો ખરીદ્યાં અને મજુરો રાખીને તળાવો ખોદવાની ગતિ  વધારી દીધી. હાલમાં એ વિસ્તારમાં નાનાન ૧૪ તળાવો બની ગયા છે.

(3:54 pm IST)