Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ઉતરપ્રદેશમાં મરેલી ભેંસ લઇ જનારા ચાર જણ પર ટોળાએ એટેક કર્યો

લખનો તા ૨૬ : ઉતર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાર કહેવાતા પશુચોરો મરેલી મેંસને વાહનમાં લઇ જતા હતા ત્યારે નાગલા માંધાતી ગામમાં હિંસક ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે સમયસર પહોંચીને એ ેચારજણને બચાવી લીધા હતા.

મરેલી મેંસને ફોર-ઋહીલર પિક-અપ વેનમાં લઇ જતા બે હિન્દુ આને બે મુસ્લિમોની મારઝુડ કરીને રસ્તા પર ખેંચીને લઇ જવા ઉપરાંત ગાળો આપવામાં પણ આવી હતી. હિંસક ટોળાએ ભેંસની ચોરીનો આરોપ મુકયો હતો. મરનાર ભેંસના માલિકે એ ચાર જણ પર ભેંસને ઝેર પીવડાવીને મારી  નાખવાનો પણ આરોપ મુકયો હતો.

રાજસ્થાનમાં કહેવાતા ગદૈરક્ષકો દ્વારા મોબ-લિન્ચિંગની ઘટના એકાદ અઠવાડિયા પહેલા બની હોવાથી દીલ્હીથી ૨૦૦ કિલોમીટર દુરના હાથરસમાં બનેલી ઘટનાનું મહત્વ વિશેષ ગણાય છે.

(3:53 pm IST)