Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

GSTની ચોરી કરનાર અને રિટર્ન ફાઇલ કરવાનું બંધ કરનારને ઝડપવાની તૈયાર

નવીદિલ્હી, તા.૨૬: GSTની ચોરી કરનાર અને રિટર્ન ફાઇલ કરવાનું બંધ કરી દેનારને ઝડપી લેવા GSTનેટવર્ક હવે એક ખાસ ટેકનોલોજી સાધન તૈયાર કરી રહ્યું છે. આ  ઉપરાંત જયાં GST રિટર્ન મેચ ન થતાં હોય એવા કિસ્સાને અલગ તારવવા માટે પણ નેટવર્ક એક યંત્રણા રચી રહ્યું છે. અહીં એક મહત્વની બાબતએ પણ જાણવી રહી કે નેટવર્ક GSTના રિટર્નની વિગતો ઇન્કમ-ટેકસ વિભાગ સુધી પહોંચે એવી વ્યવસ્થા પણ તૈયાર કરી રહ્યું છે.

જેઓ રિટર્ન ફાઇલ કરવાનું બંધ કરી દે છે તેમના માટે નેટવર્ક એક એવું અલર્ટ ટૂલ બનાવવામાં આવી રહ્યું છે કે જેનાથી રિટર્ન ફાઇલ નહીં કરનારને એ મેસેજ પહોંચી જાય. આ સાથે લેટ રિટર્ન ફાઇલ કરનારની પણ નોંધ લેવામાં આવશે. નેટવક ર્GSTની તમામ વિગતોનું એનેલિસિસ કરવા ધારે છે. ઇન્કમ-ટેકસ બાબતમાં પણ સરકાર કંઇક આવી જ જોગવાઇ વિચારી રહી છે. રિટર્ન ફાઇલિંગથી કરદાતાઓની સંખ્યા વધે છે અને કલેકશન પણ વધે છે. અમુક રાજયો નાં ઓછાં GSTકલેકશનની ચિંતિત છે, કારણ કે જેટલું કલેકશન ધારવામાં આવ્યું હતું એનાથી ઓછું કલેકશન અત્યારે થઇ રહ્યું હોવાથી રાજયોને એની તફલીફ પડે છે.

(3:45 pm IST)