Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ઉત્તર કર્ણાટકને અલગ રાજ્યની માંગ ઉઠી :2જી ઓગસ્ટ 13 જિલ્લામાં બંધનું એલાન

બેંગ્લુરુ : ઉત્તર કર્ણાટકને અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે.ઉત્તર કર્ણાટક સંઘર્ષ સમિતિ દ્વારા 2 ઓગસ્ટે 13 જિલ્લાઓમાં બંધનું એલાન અપાયું છે ઉત્તર કર્ણાટક સંઘર્ષ સમિતિ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સરકાર અમારા વિસ્તારોનો વિકાસ નથી કરી રહી અને મહદયી નદીનો ઉકેલ પણ નથી લાવી રહી. તેમને કહ્યું કે અમારી સતત ઉપેક્ષા થઇ રહી છે. રાજ્યના બજેટમાં પણ ઉત્તર કર્ણાટકના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. એટલા માટે અમને અલગ રાજ્ય જોઈએ છે.

  બીજીતરફ અલગ રાજ્યની માંગનો વિરોધ બીજેપી પ્રદેશ અધ્યક્ષ યેદુરપ્પા ઘ્વારા કરવામાં આવ્યો છે. તેમને સીએમ કુમારસ્વામી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં વિકાસ કરવાને બદલે તેને તોડવાનું કામ કરી રહ્યા છે. તેઓ અલગ રાજ્યની માંગ કરનારને ભડકાવી રહ્યા છે, જે યોગ્ય નથી.આ મામલે પૂર્વ મુખ્યમનત્રી જગદીશ શેટ્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અલગ રાજ્યની માંગ ન્યાયસંમત નથી. પરંતુ આ ભાગના વિકાસ અને અધિકારો માટે આંદોલન જરૂરી છે.

  બીજી બાજુ સીએમ કુમારસ્વામીએ ઉત્તર કર્ણાટકાને અલગ રાજય બનાવવાની માંગને ગેરવ્યાજબી ગણાવી છે. તેમને આરોપ લગાવ્યો છે કે આવી માંગ કરનાર એવા જ લોકો છે જેઓ રાજ્ય ચલાવવામાં સક્ષમ નથી રહ્યા. તેની સાથે સાથે તેમને ઉત્તર કર્ણાટકની બજેટમાં ઉપેક્ષા કરવાના આરોપને રદ કરતા જણાવ્યું કે બજેટનો 65 ટકા હિસ્સો ઉત્તરી જિલ્લાઓને વહેંચવામાં આવ્યો છે.

(1:22 pm IST)