Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

દિલ્હીમાં ભારે વરસાદે કહેર મચાવ્યો :ગાઝિયાબાદમાં સેંકડોના જીવ જોખમમાં :80 જેટલા ફ્લેટ પર ખાલી કરાવ્યા:NDRFની ટીમ પહોંચી

દિલ્હી-એનસીઆરના વરસાદે આસપાસના વિસ્તારને ઝપટમાં લીધો : ગ્રેટર નોઈડામાં ત્રણ માળની ઇમારત અને ગાઝીયાબાદના અશોક વાટિકા વિસ્તારમાં મકાન ધરાશાયી

નવી દિલ્હી :દિલ્હીમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે દિલ્હી નજીકના ગાઝિયાબાદમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ગાઝિયાબાદમાં સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાયા છે કેટલાય સ્થળોએ જમીન ખસકી ગઈ છે જેમાં અંદાજે 80 જેટલા ફ્લેટ પર ખતરો છે હાલમાં લોકોના રક્ષણ માટે NDRF ની ટીમ પહોંચી છે

  માત્ર દિલ્હી-એનસીઆર જ નહિ પરંતુ પંજાબ,મધ્યપ્રદેશ,,કેરળ,અને ઉત્તરાખંડ સહીત અડધા ભારતમાં હાલમાં વરસાદ વરસી રહયો છે

  દિલ્હી-એનસીઆરના વરસાદે આસપાસના વિસ્તારને ઝપટમાં લીધો છે ગ્રેટર નોઈડામાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ છે જયારે ગાઝીયાબાદના અશોક વાટિકા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે

   દિલ્હીના વસુંધરામાં રોડ ધસી ગયો છે જેની અસરે અંદાજે 80 ફ્લેટ પર ખતરો મંડાયો છે વહીવટીતંત્રે વરસાદને પગલે ચાર બિલ્ડિંગના 64 ફ્લેટ અને પ્રગ્નકુંજ એપાર્ટમેન્ટના એક બિલ્ડિંગમાં 16 ફ્લેટ ખાલી કરવાયા છે NDRF ની ટીમ ટાઇટ કરાઈ છે

   દિલ્હી એનસીઆરમાં ગુરુવાર બપોરથી ભારે વરસાદ વરસી રહ્યો છે જયારે [પંજાબમાં સવારે 5 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે

(2:39 pm IST)