Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

દાદીમાએ બનાવેલી વાનગીની સોડમ વૃદ્ધાવસ્થા સુધી કેમ યાદ રહે છે ?

નવી દિલ્હી તા ૨૬ બાળપણમાં રસોડામાં ગયા હોૈ અને દાદીમાએ બનાવેલી કોઇ વાનગીની સોડમ તમને અતિપ્રિય લાગે અને એ સોડમ કે સુગંધ કે સોડમ મનમાં વસી જવાના વૈજ્ઞાનિક કારણો છે.

ભુતકાળમાં આનુવેલી ગંધ સ્મૃતિ કેવી રીતે રચે છે એ સમજવા માટે વૈજ્ઞાનીઓએ ઘણું સંશોધન કર્યુ છે.

યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના નિષ્ણાંતોના સંશોધનમાં ગંધની અનુભુતિની ક્ષમતા ગુમાવવી એ ઓલ્ઝાઇમર્સની બીમારીનું પ્રાથમિક ોક્ષણ શા માટે માનવામાં આવે છે એ પણ સમજાવવામાં આવ્યું છે. આપણે જીવનમાં અનુભવેલી ગંધો સ્મૃતિઓ તાજી કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે એ સંશોધનમાં ફલિત થાય છે.

 જર્નલ નેચર કમ્યુનિકેશન્સમાં પ્રગટ થયેલા અભ્યાસલેખમાં બાળપણમાં દાદીમાની વાનગીની સોડમ યાદ રહેવાના કારણેો સમજાવતા સંશોધકોએ જણાવ્યું હતું કે સ્મૃતિ અને ઉંદરના ગંધની અનુભુતિ અને ગંધો પાચરખવાની ક્ષ્મતા વચ્ચે પાકો સબઁધ છે.

મગજમાં ગંધ પારખવાની ક્રિયા માટે મહત્વના એન્ટીરીઅર ઓલફેકટરી નુકલીઅસ (એઓએન) નામે ઓળખાતા હિસ્સામાં અવકાશ અને સમયનું સંયોજન થાય છે. એઓએન અને યાદો અને સંદર્ભીય માહિતી જાળવવા માટેનો ભાગ વચ્ચે મજ્જાતંતુઓના સબંધનું શોધન કરવામાં આવ્યું છે. ઉંદરો પર કરેલા પ્રયોગોમાં જુની-સ્મૃતિઓ જાળવતા મગજના હિસ્સાને અમે ઓળખ્યો છે.

(12:39 pm IST)