Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

પાકિસ્તાનમાં ઇમરાનખાનની લહેર : શાહબાઝ શરીફ - બિલાવલ ભુટ્ટો ચુંટણી હાર્યા

ચૂંટણીમાં કંઇ ખોટું કરવાનો દાવો કરતા શહબાઝ શરીફ : ચુંટણીના પરિણામો અંગે ઉઠાવ્યા સવાલ

ઇસ્લામાબાદ તા. ૨૬ : ખૈબર પખ્તૂનવા પ્રાંતમાંથી હાર્યા બાદ શહબાજે પાકિસ્તાનની સામાન્ય ચુંટણીમાં ષડયંત્રનો આરોપ મુકયો છે અને કહ્યું કે, મતગણતરીમાં ભારે ગરબડ થતી જોવા મળી છે. શહબાજે કહ્યું કે, અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે અને અમારા પોલિંગ એજન્ટને બહાર કાઢી ફેકવામાં આવ્યા.

ભૂતપૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોના પુત્ર અને જુલ્ફિકારઅલી ભુટ્ટોના પૌત્ર બિલાવલ ભુટ્ટો પણ ચુંટણી હારી ગયા છે. જો કે તેનો પક્ષ પાકિસ્તા પીપુલ્સ પક્ષ ચુંટણી સમયમાં ત્રીજી સૌથી મોટા પક્ષના રૂપમાં ઉભરી આવી છે.

અગાઉ પાકિસ્તાન સુપ્રીમના નિર્ણય બાદ તેના મોટાભાઇ નવાઝ શરીફ પક્ષ અધ્યક્ષ પદ માટે અયોગ્ય ગણાવ્યા હતા. ત્યારબાદ શહબાઝને પક્ષે પીએમ ઉમેદવાર રૂપે પ્રોજેકટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફે અને તેના પુત્ર મરિયમને ભ્રષ્ટાચાર મામલે એક કોર્ટે ક્રમશઃ ૧૦ અને ૭ વર્ષની સજા સંભળાવી છે.

પાકિસ્તાનમાં બુધવારે થયેલ સામાન્ય ચૂંટણી પછી મતદાનના વોટોની ગણતરી થઇ ગઇ છે. ક્રિકેટરથી રાજનેતા બનેલ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) ૧૧૪ સીટો પર લીડ બનાવીને આગળ ચાલી રહી છે. ૬૩ સીટો પર પીએમએલએન બીજા સ્થાન પર અને ૪૩ સીટો પર ભુટ્ટો ઝરદારીની પીપીપી ત્રીજા સ્થાન પર છે.

(12:37 pm IST)