Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

૩૪૦ જેટલી FDC દવાઓ ઉપર મૂકાશે પ્રતિબંધ

એબટ, મેનકાઇન્ડ, વોકહાર્ટ, સનફાર્મા, અલ્કેમ સહિતની દેશની ટોચની દવા કંપનીઓને પડશે ફટકોઃ ઘરેલુ દવા બજારમાં FDC નું યોગદાન ૧.૮ ટકા છે જેમાં ૬૦૦૦ બ્રાંડ સામેલ છે

નવીદિલ્હી તા.૨૫: દર્દીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર વહેવારમાં ન હોય તેવી ૩૪૩ એફડીસી વાળી દવાઓ પર પ્રતિબંધ મુકવાની નજીક પહોંચી ગઇ છે. આના લીધે એબટ, મેનકાઇન્ડ, વોકહાર્ટ, સનફાર્મા, એલ્કેમ સહિત દેશની મોટી દવા કંપનીઓને અસર થશે. દર્દીઓના અધિકારો માટે કામ કરતા સંગઠનોનો દાવો છે કે આતો એફડીસીનો મામુલી હિસ્સો છે, તેમનું નિશાન તો ૨૦૦ થી ૨૫૦ અબજની કિંમતની દવાઓ છે. આ ૩૪૩ એફ.ડી.સી.નો બજારમાં હિસ્સો ૨૦ થી રર અબજ રૂપિયાનો છે. જુનમાં તેનો વૃધ્ધિ દર ૪.૭ ટકા હતો જયારે દેશનું દવા બજાર ૮.૬ ટકાના દરે વધ્યું હતું. એફ.ડી.સી. દવા એટલે જેમાં ર અથવા તેનાથી વધારે સક્રિય તત્વ એક ડોજમાં હોય છે. કેટલીક દવાઓના વધારે ઉપયોગથી દુનિયાભરમાં એંટીબાયોટીક સામે વિરોધની ક્ષમતા વધી રહી છે. ઓૈષધી તકનીકી સલાહકાર બોર્ડની બુધવારે નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં વિશેષજ્ઞ સમિતિની ભલામણો સ્વીકારી લેવાઇ હતી. આ સમિતિએ ૩૪૯ પ્રતિબંધિત એફ.ડી.સી.ની તપાસ કરી હતી અને તેના પર ફરીથી પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી. સુત્રો અનુસાર ડી.ટી.બી. એ બાકીની ૬ એફ.ડી.સી. ના સીમીત વપરાશની પરવાનગી આપી છે. આ બાબતે વધુ જાણકારી મળી શકી નથી.

 

એક ઉચ્ચ સરકારી અધિકારીએ કહયું કે ડી.ટી.બી. આવતા ૭ થી ૧૦ દિવસમાં પોતાનો રીપોર્ટ આરોગ્ય મંત્રાલયને સોંપશે. માર્ચ ૨૦૧૬માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ચંદ્રકાંત કોકટે સમિતિની ભલામણોના આધારે ૩૪૯ એફ.ડી.સી. પર પ્રતિબંધ મુકયો હતો. સમિતિએ એ દવાઓને અવ્યવહારૂ અને સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાવી હતી. દવા બનાવતી કંપનીઓએ સરકારના આ પગલાને કોર્ટમાં પડકાર્યા હતા. ગયા વર્ષે ડીસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ડીટીબીને આ બાબતે સમીક્ષા કરવાનું કહયું હતું.

દેશના દવા બજારમાં એફ.ડી.સી.નું યોગદાન ૧.૮ % છે. જેમાં લગભગ ૬૦૦૦ બ્રાંડ સામેલ છે. જેમાંથી મોટાભાગની દવાઓ એબટ, હેલ્થકેર, મેનકાઇન્ડ ફાર્મા, વોકહાર્ટ, એલ્કેમ, લ્યુપિન, ગ્લેન માર્ક, સન ફાર્મા, એરીસ, લાઇફ સાયન્સીઝ અને ઇપ્કા બનાવે છે. જો કે કંપનીઓ પહેલાથી જ આ પ્રતિબંધ ને ઝેલવાની તૈયારીઓ કરી રહી છે. દાખલા તરીકે ફાઇઝરે ખાંસી માટેના પોતાના લોકપ્રિય સીરપ કોરેકસની ફોર્મ્યુલા ફેરવીને તેને કોરેકસ ટી નામથી બજારમાં ઉતારી છે. પ્રતિબંધના લીધે પ્રભાવિત થનાર બ્રાંડમાં ફેેસેડીલ (એબટ), ટિકસીલીક્ષ (એબટ), ગ્લુકોનોર્મ પીજી(લ્યુપીન), એસોક્રીલ ડી (ગલેનમાર્ક), સોલ્વીન કોલ્ડ (ઇપ્કા), ડી કોલ૯ ટોટલ (પારસ ફાર્મા) વગેરે શામેલ છે. પ્રતિબંધની સોૈથી વધારે અસર એબટ પર થશે જેણે આ એફ.ડી.સી.માં ૫.૪૫ અજબ રૂપિયાનું રોકાણ કર્યુંં છે. (૧.૯)

 

(11:39 am IST)