Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

હિમાચલના આ મંદિરના ફળિયામાં ઊંઘવાથી મહિલા થઇ જાય છે પ્રેગ્નેન્ટ

વિજ્ઞાનને પણ આ આશ્ચર્યજનક અજાયબી હેરાન કરે છે

શિમલા તા. ૨૬ : શું તમે હિમાચલના આ મંદિર વિશે સાંભળ્યું છે કે જયાં માત્ર ઉઘવાથી જ  સ્ત્રીઓ સગર્ભા થઇ જાય છે. આ મંદિરના આ ચમત્કારના કારણે આ મંદિરને સંતાન દાતો પણ કહેવાય છે. જો કે, વિજ્ઞાનને પણ આ આશ્ચર્યજનક અજાયબી હેરાન કરે છે તો અહી જાણો આ મંદિર વિશે-

કહેવાય છે કે હિમાચલના મંડી જિલ્લામાં આવેલ લડ-ભડોલ તાલુકાના સિમસ ગામમાં એક દેવીનું મંદિર છે. જયાં નિસંતાન મહિલાઓના પ્રટાંગણ પર ઊંઘવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે કે નવરાત્રીમાં હિમાચલના પાડોશી રાજયો પંજાબ, હરિયાણા અને ચંદીગઢથી એવી હજારો મહિલાઓ જેના બાળક નથી આ મંદિરના દર્શને આવે છે. આ મદિરને સંતાન દાતોના નામથી પણ ઓળકવામાં આવે છે.

આ મંદિર હિમાચલ પ્રદેશની મંડી જીલ્લાના લડ-ભડોલ તાલુકાનાના સિમસ નામના સુંદર સ્થળ પર આવેલું છે. જે મંદિર માતા સિમસાના નામથી દૂર-દૂર સુધી પ્રખ્યાત છે. માતા સિમસા અથવા દેવી સિમસાને સંતાન-દાત્રિ નામ દ્વારા પણ ઓળખાવામાં આવે છે. દરેક વર્ષે અહીં નિસંતાન દંપતિ સંતાન મેળવવાની ઇચ્છા સાથે માતાના દરબારમાં આવે છે. નવરાત્રીમાં થનાર આ વિશેષ ઉત્સવને સ્થાનિક ભાષામાં સલિન્દરા કહેવાય છે. સલિન્દરાનુ અર્થ સપનો આવવું થાય છે.

માન્યતા અનુસાર, જો કોઈ  સ્ત્રી સપનામાં કોઈ કંદ-મૂળ અથવા ફળ પ્રાપ્ત કરે છે. તો તે  સ્ત્રીને સંતાનનુ વરદાન મળે છે. અહીં સુધી પણ કહેવામાં આવે છે કે દેવી સિમસા આવનારી સંતાનની લિંગ-નિર્ધારણનુ સંકેત પણ આપે છે. જેમ કે, જો કોઈ  સ્ત્રીને જામફળનુ ફળ મળે તો સમજવું કે છોકરો થશે. જો કોઈને સપનામાં ભિંડી પ્રાપ્ત થાય તો સમજવું કે તેને સંતાન તરીકે છોકરી થશે. જો કોઈને મેટલ, લાકડું અથવા પત્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો તે સમજાવે છે કે તેને સંતાનો સુખ નથી.

કહેવાય છે કે નિસંતાન બની રહવાના સપના પ્રાપ્ત થયા પછી પણ જો કોઈ  સ્ત્રી પોતાનુ બેડ મંદિરના પ્રટાંગણમાથી નથી હટાવતી તો તેના શરીરમાં ખંજવાળ ભરેલા લાલ-લાલ રંગના ડાઘ ઉભરી આવે છે. અને તેને મજબૂર થઇને ત્યાંથી જઉ પડે છે. એક ચમત્કાર થાય છે અહીં, સિમસા માતાના મંદિરની નજીક આવેલ આ પત્થર ખૂબ જ પ્રખ્યાત છે. આ પથ્થરને બંન્ને હાથથી ખશેડવા માગો તો તે નહી ખશે અને જો તમે તમારી હાથની સૌથી નાની આંગળીથી આ પથ્થરને હલાવો તો તે હલી જશે.

(11:25 am IST)