Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ઝારખંડ - બિહાર - છત્તીસગઢમાં

બાળકોને 'આતંકની આગ'માં હોમી રહ્યા છે નકસલીઓ અને આતંકી સંગઠનો

નવી દિલ્હી તા. ૨૬ : નકસલીઓ ઉપરાંત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન પણ હવે આતંકી પ્રવૃત્ત્િ। માટે બાળકોને આતંકની આગમાં હોમી રહ્યાં છે. આ વાતની જાણકારી રાજયસભામાં ગૃહ રાજયપ્રધાન કિરણ રિજિજૂએ એક પ્રશ્નના જવાબમાં આપી હતી. જોકે વધુમાં ગૃહ રાજયપ્રધાને જણાવ્યું કે, હજી સુધી એ જાણકારી સામે નથી આવી કે નકસલી અથવા આતંકી સંગઠનોએ બાળકોનો ઉપયોગ માનવ બોમ્બ તરીકે કર્યો હોય. રાજયસભામાં ગૃહ રાજયપ્રધાન કિરણ રિજિજૂએ જણાવ્યું કે, નકસલ પ્રભાવિત રાજયોમાં નકસલીઓ નાના ગામડાઓના બાળકોને મુખ્ય ટાર્ગેટ બનાવી, બાળકોનું બ્રેઈન વોશ કરી પોતાની લડાઈ સાથે જોડી રહ્યાં છે. જેમાં ઝારખંડ, બિહાર અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

ગૃહ રાજયપ્રધાન કિરણ રિજિજૂએ એમ પણ જણાવ્યું કે, માત્ર નકસલીઓ જ નહીં પરંતુ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન પણ બાળકોને તેમના સોફટ ટાર્ગેટ બનાવી રહ્યું છે. જોકે, અત્યાર સુધીમાં માનવ બોમ્બ બનાવવા માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી નથી.

કિરણ રિજિજૂએ સંસદમાં વિશ્વાસ વ્યકત કર્યો કે, આ ખતરનાક ટ્રેન્ડને રોકવા કેન્દ્ર સરકાર શકય તમામ પ્રયાસો કરી રહી છે. ઉપરાંત નકસલ પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલના અભ્યાસથી લઈને બાળકોના વ્યકિતત્વ વિકાસ પર સરકાર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જેથી બાળકોને આતંકી પ્રવૃત્ત્િ।માં જોડાતા અટકાવી શકાય.

(11:24 am IST)