Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

એક જ મોબાઇલ નંબરથી લિંક બેંક ખાતાઓની વચ્ચે UPI લેણદેણ પર લાગશે પ્રતિબંધ:UPIથી પોતાનાં ખાતામાં જ નહીં કરી શકો કેશ ટ્રાન્સફર

પહેલી ઓગસ્ટથી એનપીસીઆઇ દ્વારા બેંકોને સર્ક્યુલર રજૂ કરીને આ વ્યવસ્થા અમલી કરવા કહેણ

નવી દિલ્હી :હવે એક જ મોબાઈલ નંબરથી લિંક થયેલા બેન્ક ખાતાઓની વચ્ચે યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ લેણદેણ પર પ્રતિબંધ મુકાશે ભારતીય રાષ્ટ્રીય ચુકવણી કોર્પોરેશન (NPCI)એ એક જ મોબાઇલ નંબરથી લિંક બેંક ખાતાઓની વચ્ચે યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) લેણદેણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. કેશબેક મેળવવા માટે લોકો દ્વારા વ્યાપક રીતે આવું કરવા પર પ્રતિબંધનાં પગલે આ નિર્ણય ઉઠાવ્યો છે. એનપીસીઆઇએ બેંકોને સર્ક્યુલર રજૂ કરીને આ વ્યવસ્થા 1લી ઓગષ્ટથી રજૂ કરવાનું કહ્યું છે.

  એનપીસીઆઇએ બેંકોને આવી UPI લેણદેણ પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે. જેમાં મોકલનારા અને સ્વિકાર કરનાર એક વ્યક્તિ અથવા ખાતાઓનો માલિક પણ એક વ્યક્તિ જ હોય. આવી લેણદેણ કેશબેક મેળવવાની નિયતથી કરવામાં આવે છે.

એક જ નંબરથી લિંક ખાતાઓમાં વધારે ટ્રાન્સફરઃ

કોર્પોરેશને સર્ક્યુલરમાં જણાવ્યું કે જ્યારે UPIને આધારે થનાર પૈસાની લેણદેણનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે વધારે લેણદેણમાં ડેબિટ-ક્રેડિટ ખાતાથી લિંક મોબાઇલ નંબર એક જ છે. ગ્રાહક પોતાનાં એક ખાતાથી બીજા ખાતામાં પૈસા મોકલે છે. આ જ પ્રકારે લેણદેણ માત્ર UPIમાં ચાલી રહેલ કેશબેકને મેળવવા માટે છે અને આની કોઇ જ અનુરૂપતા નથી. આવા લેણદેણ તંત્ર પર ખોટા બોજ સિવાય અન્ય કંઇ જ નથી.

1 ઓગષ્ટથી લાગશે પ્રતિબંધઃ

કોર્પોરેશન અનુસાર લેણદેણ મૂળ ત્રણ રીતે હોય છે. આમાં એક જ UPI ખાતાની વચ્ચે લેણદેણ, UPI આઇડી માલિક દ્વારા પોતાનાં બેંક ખાતાની વચ્ચે લેણદેણ અને બીજી UPI આઇડીને આધારે લેણદેણ થાય છે પરંતુ આમાં પણ બેંક ખાતા એક જ રહેશે

આવી રીતે લેણદેણથી UPI પર કેશબેકનો આર્થિક બોજ વધી રહ્યો છે. જ્યારે પ્રોત્સાહન રકમ માત્ર લોકોને ડિજિટલ લેણદેણ તરફથી આકર્ષિત કરવા માટે હતી. બેંકોએ એનપીસીઆઇનાં સર્ક્યુલર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 1 ઓગષ્ટથી આવી લેણદેણ પર પૂરી રીતે પ્રતિબંધ લાગી જશે.

(9:07 am IST)