Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

એરએશિયાની ફ્લાઈટમાં નવજાત શિશુનું શબ મળતા ખળભળાટ

ઈમ્ફાલથી દિલ્હી જતા વિમાનના ટોયલેટમાં મળ્યો મૃતદેહ :તપાસ શરુ :શંકાસ્પદ મહિલાની પૂછપરછ

 

નવી દિલ્હીઃ એર એશિયાની ફ્લાઇટના ટોયલેટમાં નવજાત શિશુનું શબ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે વિમાન ઓથોરિટીએ આ મામલે તપાસ શરૂ કરી છે આ પ્રથમ ઘટના છે કે જ્યારે વિમાનમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો છે. આ વિમાન ઇમ્ફાલથી દિલ્હી જઈ રહ્યું હતું. 

   એર એશિયા તરફથી એક નિવેદનમાં કહેવાયુ છે જ્યારે વિમાન લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ટોયલેટમાં એક નવજાત શિશુનું શબ મળ્યું હતું  આ ઘટનાની સૂચના દિલ્હી પોલીસને આપવામાં આવી છે. દિલ્હી પોલીસ ડોક્ટરની એક ટીમને લઈને એરપોર્ટ પહોંચી. જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યું હતું. 

  પોલીસ આ મામલે એક મહિલા યાત્રીની પુછપરછ કરી રહી છે આ સંદિગ્ધ મહિલાની ઓળખ વિમાનમાં સવાર અન્ય યાત્રીકો દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધાર પર કરવામાં આવી છે. નવજાતનું શબને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે નવજાતને ટોયલેટમાં ઉપયોગ થનારા ટોયલેટ પેપરમાં બાંધેલું હતું, જેને બાળકનો રોવાનો અવાજ ન સંભળાઇ. 

(12:00 am IST)