Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

2019ની લોકસભા ચૂંટણીમાં 100 ટકા VVPAT મશીનનો કરાશે ઉપયોગ :ચૂંટણી પંચનો દાવો

નવા 16.15 લાખ મશીનોને ખરીદવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે

 

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દાવો કર્યો છે કે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે.આયોગે કર્યું કે,ચૂંટણીને જોતા 16.15 લાખ નવા મશીનોને ખરીદવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી રહી છે આયોગે કહ્યું કે, તે મશીનોનું ઉત્પાદન અને પૂરવઠાની પણ સમીક્ષા કરી રહ્યું છે. ચૂંટણી આયોગે આ સફાઇ મીડિયામાં આવી રહેલા તે રિપોર્ટો બાદ આપી છે જેમાં કહેવામાં આવ્યું કે, વીવીપીએટીના ઉત્પાદનની ગતી ધીમી છે અને આ સ્થિતિ રહી તો સામાન્ય ચૂંટણીમાં 100 ટકા વીવીપીએટીનો ઉપયોગના આયોગનો દાવો દાવો જ રહી જશે. 

   સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 100 ટકા વીવીપીએટી મશીનોના પુરવઠા માટે ચૂંટણી પંચ માટે સમય સીમા નક્કી કરી હતી. ચૂંટણી પંચે કોર્ટમાં એક એફિડેવિટમાં કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ રીતે વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. 

(12:00 am IST)