Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ પોસ્ટ :નેતાઓમાં અફરાતફરી

નેતાના નામના એકાઉન્ટમાંથી પોર્ન કલીપ અપલોડ થયા બાદ નેતાએ પોતાનો મોબાઈલ ગુમ થયાની કરી ફરિયાદ

 

છત્તીસગઢમાં ભાજપના એક સત્તાવાર મીડિયા ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ થતા અફરાતફરી મચી જવા પામી છે પાર્ટીના વોટસ એપ્પ ગ્રુપમાં ભાજપની નીતિઓ અને કાર્યોનો ઉલ્લેખ થયો હોય છે,કેટલાય મોટા નેતાઓ ગ્રુપ દ્વારા લોકો વચ્ચે પોતાનો સંદેશો મોકલે છે ગ્રુપમાં ભાજપના એક નેતાના વોટ્સએપ્પ એકાઉન્ટમાંથી ગ્રુપમાં અશ્લીલ વિડિઓ પોસ્ટ કરી દીધો હતો જોકે નેતાએ પોલીસ સ્ટેશને જઈને પોતાનો મોબાઈલ ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે

   છત્તીસગઢમાં ભાજપે વોટ્સએપ્પ પર એક સત્તાવાર મીડિયા ગ્રુપ બનાવ્યું છે જેમાં પાર્ટીના કેટલાય રાષ્ટ્રીય નેતા સહીત રાજ્યસભાના સાંસદ સરોજ પાંડે અને કેટલાય નેતાઓ જોડાયેલ છે ગ્રુપમાં અંદાજે એક મિનિટના એક પોર્ન વિડિઓને ખળભળાટ મચાવી દીધો છે તેની અસર એવી થઇ કે કેટલાક નેતાએ ગ્રુપને છોડવાની ફરજ પડી હતી

  અશ્લીલ વિડિઓ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કથિત રીતે ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો મામલાએ જોર પકડતા નેતાએ રાયપુરના તેલીબંધા મથકે ફરિયાદ દાખલ કરી છે જેમાં તેઓએ કહ્યું છે કે તેનો મોબાઈલ ગુમ થયા બાદ કોઈ અજાણ્યા શખ્શે મોબાઈલમાં પોર્ન વિડિઓ પોસ્ટ કરી દીધો હતો

   ભાજપના વોટ્સએપ્પ ગ્રુપમાં કેટલાયે મીડિયાકર્મી પણ જોડાયેલ છે જે નેતાએ વિડિઓ મુક્યો છે તે ભાજપ મંડળનો અધ્યક્ષ પણ છે તેના કારનામાંથી ભાજપના મુખ્યાલયમાં ગરમાવો આવ્યો છે ગ્રુપમાં કેટલાકે વિડિઓ જોવામાં રસ દાખવ્યો છે જયારે નાઓએ છી છી કરી નાખ્યું છે જોકે પહેલા પણ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓના એક ગ્રુપમાં આવો પોર્ન વિડિઓ અપલોડ થયો હતો જે વિડિઓને ભાજપના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના સંયોજક પ્રમોદ ભટ્ટે પોસ્ટ કર્યો હતો જોકે બાદમાં તેઓએ માફી પણ માંગી હતી પરંતુ પાર્ટીના મોટા નેતાઓએ જબરી ફટકાર લગાવી હતી

(12:00 am IST)