Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

અમેરિકાના વ્‍હીલીંગ સ્‍વામિનારાયણ મંદિરમાં સુંદર કાંડના પાઠ યોજાયાઃ શ્રી ઉપાસના આયોજીત કાર્યક્રમમાં ર૦૦ ઉપરાંત ભાવિકોની ઉપસ્‍થિતિઃ આગામી ર૬ જુલાઇના રોજ ‘ગુરૂ પૂર્ણિમાં' ઉત્‍સવ ઉજવાશેઃ પ ઓગ. રવિવારે પિકનિકનું આયોજન

વ્‍હીલીંગઃ  અમેઁરિકાના વર્જીનીઆમાં આવેલા વ્‍હીલીંગ સ્‍વામિનારાયણ મંદિરમાં શનિવારના રોજ શ્રી ઉપાસનાના શ્રી અજયભાઇ યાજ્ઞિક દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું.

રામચરિત માનસનો પાંચમો કાંડ એટલે કે સુંદર કાંડમાં સીતાજીની શોધમાં લંકા જઇ રહેલા હનુમાનજી તથા તેમની લંકામાં રાવણના ભાઇ વિભિષણ સાથેની મુલાકાત  તથા સીતાજી સાથેના સંવાદ સહિતની વિગતો તુલસીદાસજીએ વર્ણવી છે.  જે શ્રી  અજયભાઇના કંઠે સાંભળવાનો સહુને લાભ મળ્‍યો હતો.

 શ્રી ઉપાસના એ ર૦૦૭ ની સાલથી શરૂ થયેલું નોનપ્રોફિટ મંડળ છે.જેનો હેતુ ભગવાનના નામોનો જાપ કરવાનો તથા કરાવવાનો છે. આ મંડળના ઉપક્રમે હનુમાન જયંતિ ગુરૂ પૂર્ણિમા, શ્રી દત્ત જયંતિની ઉજવણી સુંદર કાંડના પાઠ, દર ગુરૂવારે શ્રી દત્ત પૂજા, તથા દર મંગળવારે સત્‍સંગ સહિતના આયોજનો થાય છે. પૂજય અજયભાઇએ સમગ્ર ભારત સહિત ઉપર જુદા જુદા દેશોના  પ્રવાસ કરી સુંદરકાંડના  પાઠનો વ્‍યાપ વધાર્યો છે.

કાર્યક્રમના અંતે શ્રી યશસ્‍વિની દેસાઇએ શ્રી ઉપાસના વ્‍હીલીંગ,  સ્‍વામિનારયાણ મંદિર મેનેજમેન્‍ટ શ્રી જશભાઇ પટેલ, કોમ્‍યુનીટી મેમ્‍બર શ્રી ભાઇલાલ પટેલ, શ્રી ચિતરંજન દેસાઇ,શ્રી સુર્યકાંત ખાપેકર, શ્રી કૃતિ પટેલ, શ્રી વિદુલા પટેલ, સહિત ઉપસ્‍થિત અગ્રણીઓનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમમાં ર૦૦ ઉપરાંત ભાવિકોએ હાજરી આપી હતી.

વિશેષ માહિતી માટે કોન્‍ટેકટ નં. 630 6641481 દ્વારા અથવા  ઇમેલ upasana@shriupasana.org  દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

શ્રી ઉપાસનાના ઉપક્રમે ર૦૧૮ ની સાલમાં યોજાનારા કાર્યક્રમો અંતર્ગત ર૬ જુલાઇ  ગુરૂવારના રોજ ગુરૂ પૂર્ણિમા ઉત્‍સવ ઉજવાશે. જેનું સ્‍થળ  ૧૧૪,  સુમેક LN  સ્‍કેમબર્ગ IL  છે.

પ ઓગ. રવિવારે શ્રી ઉપાસના પિકનિકનું આયોજન કરાયું છે. જેનું સ્‍થળ સેન્‍ટેનિઅલ બિચ, પ૦૦, જેકસન એવન્‍યુ, નેપરવિલ્લે  ઇલિનોઇસ રાખવામાં આવ્‍યું છે.

૧૯ ઓગ. રવિવારના રોજ સવારે ૧૦ કલાકે સુંદર કાંડના પાઠ કરાશે જેનું સ્‍થળ અયપ્‍પા  સ્‍વામી ટેમ્‍પલ  ૧૩રપ૦, રૂટ પ૯, યુનિટ ૧૦ર રાખવામાં આવ્‍યું છે. તેવું શ્રી ચિતરંજન દેસાઇ તથા શ્રી યશ દેસાઇ 847 - 840 2094  ની યાદીમાં જણાવાયું છે.

(12:18 am IST)