Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

‘‘એડોપ્‍ટ એ વિલેજ'': ભારતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રાથમક સુવિધાઓ પૂરી પાડવા AAPI ના ઉપક્રમે હાથ ધરાયેલો પ્રોજેકટ

યુ.એસઃ યુ.એસ.માં અમેરિકન એશોશિએશન ઓફ ફિઝીશીઅન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)ના ૩૬મા વાર્ષિક સંમેલનમાં નવી ટીમએ ‘‘એડોપ્‍ટએએ વિલેજ'' પ્રોજેકટ અમલી કરવાનું નક્કી કર્યુ હતું. જે અંતર્ગત ડો.એલીનનીના પ્રયત્‍નને વેગ આપવાનો હેતુ છે. આ પ્રોજેકટ મુજબ દરેક NRI પોતાના વતનના ગામને હેલ્‍થકેર તથા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાનો પ્રયત્‍ન કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં સાત લાખ જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારો છે. ૭૭ ટકા જેટલી વસતિ આ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસે છે. ભારતની વસતિના ૪૦ ટકા જેટલા લોકોની આવક પ્રતિદિન ૧ ડોલર છે. પુખ્‍ત લોકોમાં શિક્ષણનું પ્રમાણ ૬૧ ટકા છે. નવા જન્‍મતા બાળકોનો મૃત્‍યુદર દર એક હજારે ૫૬ છે અનેક લોકો માટે શુધ્‍ધ પીવાનું પાણી પણ ઉપલબ્‍ધ નથી તથા સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થા નથી. આથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અનેક પ્રકારની સેવાઓ તથા સુવિધાઓની જરૂરિયાત છે. જે માટે દરેક  NRI  પોતપોતાના વતનમાં કોઇને કોઇ પ્રકારનું યોગદાન આપી શકે તેવું ડો. એલીનની (MD FACR) એ જણાવ્‍યું હતુ. તેમના ‘‘એડોપ્‍ટ એ વિલેજ'' પ્રોજેકટમાં  AAPI  સામેલ થયું છે.

આ પ્રોજેકટ અંતર્ગત ડો. એલીનની એ પોતાના તેલગંણા ખાતેના ચાર હજારની વસતિ ધરાવતા વતનના ગામ મોથાને દત્તક લીધું છે. જયાં તેમણે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ માટે ફંડ પુરૂ પાડયું છે. આ ઉપરાંત  તેમણે અન્‍ય સ્‍થળો ઉપર પણ સુવિધાઓ માટે ફંડ ભેગું કરી મોકલાવ્‍યું છે. તેમણે  AAPI ચેરીટેબલના સહયોગ સાથે ભારતમાં  સુનામી વાવાઝોડાના કહેર વખતે પણ પંચાવન હજાર ડાલર રાહત કાર્ય માટે મોકલાવ્‍યા હતાં.

AAPI દ્વારા NRI, NGO  તથા ભારત સરકારના  સહકાર સાથે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા ઉપરોકત પ્રોજેકટ અમલી બનાવાશે આ માટે જરૂર પડનારી રકમ પેટે ૩૦ ટકા AAPI  આપશે  તથા બાકીની રકમ કેન્‍દ્ર સરકાર આપે તેવી રજુઆત કરાઇ છે. ઉપરોકત પ્રોજેકટમાં સહયોગ આપવા તમામ AAPI મેમ્‍બર્સને  પ્રેસિડન્‍ટશ્રી ડો. નરેશ પરીખએ વિનંતી કરી છે. તેવું શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(12:15 am IST)