Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ઉત્તરાખંડમાં ભારે વરસાદ : મોટાભાગની નદીઓ ગાંડીતુર: લેન્ડસાઈડના વધતા બનાવો : અનેક સ્થળોએ ભૂસ્ખલન : બાગેશ્વરમાં મુખ્ય માર્ગ બંધ

જિલ્લાધિકારીઓ અને અન્ય અધિકારીઓ તેમજ કર્મચારિયોને વિશેષ સતર્ક રહેવા માટે સુચના

ઉત્તરાખંડમાં ભારે વરસાદ ખાબકી રહયો છે ભારે વરસાદથી રાજ્યની મોટાભાગની નદીઓ ગાંડીતૂર બની છે પહાડો પરથી વહેતા ઝરણાઓના કારણે લેન્ડસ્લાઈડની ઘટનાઓ વધી છે. ઉત્તરાખંડના બાગેશ્વરમાં મુખ્ય માર્ગ પર અનેક સ્થળોએ ભૂસ્ખલન થતા માર્ગ  બંધ થઈ ગયો છે

  નંદીઓ ગાંડીતૂર થઈને વહી રહી છે તંત્ર દ્વારા માર્ગ ફરીથી શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે  પ્રદેશમાં ભારે વરસાદની આગાહીનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા હવામાન વિભાગે અલર્ટ પણ જાહેર કર્યુ હતુ. 

 
હવામાન વિભાગના અલર્ટ જાહેર કર્યા બાદ જિલ્લાધિકારીઓ અને અન્ય અધિકારીઓ તેમજ કર્મચારિયોને વિશેષ સતર્ક રહેવા માટે સુચના અપાઈ હતી. હવામાન વિભાગના એક  અધિકારીએ જણાવ્યુ હતુ કે પ્રદેશના લગભગ દરેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. 

(12:00 am IST)