Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

મૂળ ભારતીય 10 વર્ષના કૃષ્ણ પોતાના મખમલી અવાજથી બ્રિટિશરોના દિલો-દિમાગ ઉપર છવાયો

અવાજની સાથે તેની હાર્મોનિયમ વગાડવાની કલાએ પન્ન જબરું ઘેલું લગાડ્યું

લંડન : મૂળ ભારતીય 10 વર્ષના કૃષ્ણ  બ્રિટિશરોના દિલો-દિમાગ ઉપર છવાયેલો છે કૃષ્ણએ સૂર અને મખમલી અવાજથી બ્રિટિશરોમાં ઘેલું લગાડ્યું છે કૃષ્ણના અવાજની સાથે તેની હાર્મોનિયમ વગાડવાની કલા પણ લોકોને ભારે આકર્ષી રહી છે

   એક જાણીતી ટેલિવિઝન ચેનલના સમાચાર મુજબ કૃષ્ણ યુકેના ટીવી રિયાલિટી શૉ- "ધ વોઇસ કિડ્સ યુકે"માં ઑડિશન આપવા ગયો હતો.તેણે પોતાની રજુઆત હાર્મોનિયમ વગાડવાની સાથે કરી હતી.

   10 વર્ષના કૃષ્ણની ગાયિકીથી શૉના જજ વિલ આઇએમ, ડેની જોન્સ, પિક્સી લોટ અત્યંત પ્રભાવિત થયા હતા. આ શૉથી કૃષ્ણને બ્રિટનમાં એટલી તો લોકપ્રિયતા મળી છે કે બ્રિટનનના લગભગ તમામ લોકો તેની સાથે ગાવાની સાથે હાર્મોનિયમને શીખવા અને સમજવા માંગે છે.

  કૃષ્ણએ હાર્મોનિયમ ઉપર રણબીર-દીપિકા સ્ટારર સુપરહિટ ફિલ્મ "યે જવાની હૈ દીવાની' ફિલ્મનું લોકપ્રિય ગીત "બલમ પિચકારી જો તુને મુજે મારી' ગાઈને દર્શકોને ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા. વિલ આઇએમએ કૃષ્ણને પૂછ્યું હતું કે, તે આ શું પહેર્યું છે ? જેના જવાબમાં તેણે ડાયમંડ જડિત શેરવાનીનો ઉલ્લેખ કર્યો હતો.

  બીજા રાઉન્ડમાં કૃષ્ણએ "Kobi and Kori" સાથે ગયું હતું. જેને ભારે પ્રતિસાદ મળ્યો હતો. 'ધ વોઇસ કિડ્સ-2018' નો આ વિડિઓ સોશ્યિલ મીડિયા ઉપર પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

(9:55 am IST)