Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

હવે WhatsApp ગ્રૃપમાં બોલીને મોકલી શકશો મેસેજ: iPhone વપરાશકર્તાના માત્ર આ યુઝર્સને થશે ફાયદો

હવે  WhatsApp ગ્રૃપમાં કોઈ પણ મેસેજ બોલીને મોકલી શકાશે જો કે, આ સુવિધા iPhone વપરાશકર્તાઓ માટે છે. એટલે કે,જેમની પાસે આઇફોન છે, તેઓ બોલીને વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ મોકલી શકે છે. વોટ્સએપ માટે iPhone એપ્લિકેશન અપડેટ કરાઈ છે  હવે જે લોકો પાસે એક આઇફોન છે તે (Siri) ને કહીને સીધા જ વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ મોકલી શકે છે. આ પહેલા પણ Siriને વોટ્સએપ ગ્રૃપમાં ઇન્ટીગ્રેટ કર્યુ હતુ.

  વોટ્સએપ માટે ગ્રૃપ મેસેજ મોકલવા માટે, સિરીને એકટીવેટ કરો અને વોટ્સએપ ગ્રૃપમાં મેસેજ મોકલવા માટે કહો. ત્યાર બાદ, સિરી તમારા ચેટ લિસ્ટમાંથી ગ્રૃપના નામને કન્ફોર્મ કરશે. હવે મેસેજ બોલવો પડશે, ત્યાર બાદ સીરી આ મેસેજને વોટ્સગ્રૃપમાં મોકલશે.

  રસપ્રદ વાત તે એ છે નવા iOS નોટિફિકેશનમાં મીડિયા પ્રિવ્યૂ ફિચરને પણ એડ કરવામાં આવ્યું છે. તેની મદદથી ફોટો અથવા જીઆઈએફ જોવા માટે દર વખતે તમારા આઇફોનમાં વોટ્સએપને ખોલવાની જરૂર નહીં પડે. એપ્લિકેશન નોટિફિકેશનમાં જ મેસેજનું પ્રિવ્યૂ જોઇ શકાશે. આ ઉપરાંત નોટિફિકેશનથી સીધા મીડિયા ફાઇલ્સને ડાઉનલોડ કરી શકશો. આ નવા ફિચર iOS10 અને તેની ઉપર પર જ ઉપલબ્દ થશે.

(9:08 am IST)