Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજસ્થાનના ચૂરુમાં ગરમીનો પ્રકોપ : તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું : ચાર વર્ષના સૌથી ઊંચા સ્તરે

દિલ્હી એરપોર્ટ પર સૌથી વધારે 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ

>જયપુર : ભારતમાં કોરોના મહામારીની સાથે-સાથે ગરમીનો પારો પણ ઉગ્રતા પર પહોંચી ગયો છે. કોરોનાના પ્રકોપની સાથે સાથે વધતી જતી ભીષણ ગરમીનો પ્રકોપ પણ દેશવાસીઓ સહન કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ચૂરુમાં પણ મંગળવારે સૌથી વધુ 50 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ચૂરુનું 50 ડિગ્રી તાપમાન 2016 પછી મે મહિનાનુ સૌથી ઊંચ્ચુ તાપમાન છે. મંગળવારે દિલ્હી એરપોર્ટ પર સૌથી વધારે 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે. આ તાપમાન વર્ષ 2010 પછી મે મહિનાનું સૌથી ઊંચ્ચુ તાપમાન છે.
(8:21 pm IST)