Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

CBSE ધો.૧૦ અને ૧રની પરીક્ષા દેશભરમાં ૧પ હજાર કેન્દ્રો ઉપર લેવાશે

નવી દિલ્હી, તા. ર૬ :  કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)ની ધો. ૧૦-૧રની પરીક્ષા તા.૧ જુલાઇથી શરૂ થશે. જેની તૈયારીઓને આખરી રૂપ અપાઇ રહ્યું છે.

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી રમેશ પોખરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લોકડાઉનને કારણે સ્થગિત ધો.૧૦ અને ધો.૧રની બાકી રહેલી પરીક્ષાઓ દેશના ૧પ હજાર કેન્દ્ર ઉપર લેવાશે. પહેલા ૩ હજાર કેન્દ્રો રાખવામાં આવેલ. હવે ૧પ હજાર કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે પરીક્ષામાં પરીક્ષાર્થીઓ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરશે.

(3:38 pm IST)