Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાકિસ્તાન બેફામ બન્યુઃ પૂંચના રહેણાંક વિસ્તારો ઉપર બેફામ તોપમારોઃ કેટલાક નાગરીકોના મોત

પૂંચઃ કોરોના સંકટ વચ્ચે પણ પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહયું છે. આજે પણ બાલાકોટ સેકટરમાં પાકિસ્તાની સૈન્યના ભારે તોપમારાથી કેટલાક નાગરીકો માર્યા હોવાના સમાચાર છે સાથે જ ઘણા મકાનોને પણ નુકશાન પહોંચ્યુ છે. સવારે ૩ વાગ્યે બાલાકોટ સેકટરમાં પાકિસ્તાન દ્વારા છોડાયેલ મોર્ટાર લોકોના ઘર અને ખેતરોમાં પડવાથી અડધી રાત્રે લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. ત્યાર પછી ભારતીય સેનાની જડબાતોડ જવાબી કાર્યવાહી પછી પાકિસ્તાની તોપો શાંત થઇ હતી. અડધી રાત્રે થયેલી આ નાપાક હરકતથી લોકોમાં ભયનું વાતાવરણ છે.

(3:22 pm IST)