Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લોકડાઉનમાં બેંક લોન પર વ્યાજ માફી માટે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર-રિઝર્વ બેંક પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન બેંક લોન પર વ્યાજ વસુલવાની વિરૂદ્ધ દાખલ અરજીને સુપ્રિમ કોર્ટે સ્વીકાર કરતા કેન્દ્ર સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છેઃ સુપ્રિમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને રિઝર્વ બેંકને નોટીસ ફટકારી એક સપ્તાહમાં જવાબ માંગ્યો છેઃ અરજીમાં જણાવ્યું છે કે લોકડાઉન દરમિયાન બેંકોએ હપ્તા ભરવામાં છૂટ આપી છે પરંતુ છૂટ આપવાના નામે બેંકો પોતાના ગ્રાહકો પાસેથી હપ્તા ભરવા સુધીના ગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલી રહી છેઃ જેનાથી ગ્રાહકો ઉપર વધુ બોજો પડશેઃ લોકડાઉન દરમિયાન કામકાજ બંધ છે તો બેંક લોનમાં વ્યાજ વસુલાવુ ન જોઇએઃ અરજદાર વતી સિનીયર એઠવોકેટ રાજીવ દત્તાએ કોર્ટને જણાવ્યું હતું કે મોરેટોરીયમ કે જે હવે ૩ મહિનાથી વધારી ૬ મહિના કરાયું છે ત્યારે તેમણે કોર્ટને વિનંતી કરી છે કે, વ્યાજનો મામલો કોર્ટ નિર્ણય આપે ત્યાં સુધી મુલત્વી રખાવુ જોઇએઃ તેમણે રાહતની માંગણી કરી છેઃ તેમણે રિઝર્વ બેંકનેા ૨૭મી માર્ચના નોટિફીકેશન સામે વાંધો ઉઠાવ્યો હતો

(3:21 pm IST)