Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વુહાન લેબના ડેપ્યુટી ડાયરેકટર સનસનાટી મચાવે છે

કોરોના તો માત્ર ટ્રેલર : પીકચર હજુ બાકી છે

અજાણ્યા વાયરસ હજુ હુમલા કરી શકે છે : જે ઘણા ખતરનાક છે : ચામાચીડિયા સહિત અનેક જંગલી પ્રાણીઓમાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ છે

પેઇચિંગ તા. ૨૬ : ચીનના વુહાનમાંથી આકાર પામેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીએ અત્યાર સુધીમાં ૫૬ લાખ લોકોનો જીવ લીધો છે. તેમજ સાડા ત્રણ લાખ લોકોના મૃત્યુ થયા છે પરંતુ ચીનમાં ચામાચીડીયા પર શોધ માટે પ્રખ્યાત એક મહિલા વાયરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના તો ખાલી ટ્રેલર છે પીકચર હજુ બાકી છે. તેઓનું કહેવું છે કે ચામાચીડીયામાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે.

ચીનની 'બેટ વૂમેન' નામથી પ્રખ્યાત વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીના ડિપ્ટી ડાયરેકટર શી ઝેંગલીએ કહ્યું કે, ચામાચીડિયા જેવા જંગલી જાનવરોમાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે અને જો સમયાંતરે તે અંગે માલુમ નહી પડે તો આવનારા દિવસોમાં આ પ્રકારની મહામારીનો સામનો કરવો પડશે.

ઝેંગલીએ કહ્યું કે, વાયરસો વિશે થઇ રહેલી શોધ અંગે સરકારો અને વૈજ્ઞાનિકોએ પારદર્શિતા દાખવવાની જરૂરીયાત છે. ચીન પર કોરોના વિશે સમય રહીને વિશ્વને સત્ય જાણકારી નહી આપવાનો આરોપ લાગ્યો હતો પરંતુ વિજ્ઞાનનું રાજનીતિકરણ કરવું ખેદજનક છે.  કોરોના અંગે ચીન અને અમેરિકાના સંબંધોમાં ખટાશ વધી છે. અમેરિકાનો આરોપ છે કે કોરોના વુહાનની લેબમાંથી ફેલાયેલો હતો અને તેને છુપાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ચીને આ આરોપોનું ખંડન કર્યું છે. ઝેંગલીએ અમેરિકાના આરોપોને ફગાવી દીધા છે.

ઝેંગલી ચામાચીડિયામાં હાજરઙ્ગબેટ કોરોના વાયરસ પર રિસર્ચ કરી ચૂકયા છે. આથી તેમને ચીનની 'બેટ વુમન'પણ કહેવામાં આવે છે. શી ઝેંગલીએ કહ્યું કે વાયરસને લઇ જે સંશોધનો થયા છે, તેને લઇ સરકાર અને વૈજ્ઞાનિકોએ પારદર્શી રહેવું જોઈએ. તેમણે કહ્યું કે એ ખૂબ જ દુઃખદ હોય છે જયારે વિજ્ઞાનનું રાજકરણ થાય છે.

શી ઝેંગલીએ કહ્યું- જો આપણે માણસોને આગામી ચેપી રોગથી બચાવવા માંગતા હોઇ તો આપણે સજીવોમાં હાજર અજ્ઞાત વાયરસને લઇ પહેલાં જ માહિતી એકત્રિત કરવી પડશે અને વાયરસ વિશે ચેતવણી આપવી પડશે.

શી ઝેંગલીએ કહ્યું કે જો આપણે અજાણ્યા વાયરસો પર અભ્યાસ નહીં કરીએ તો શકય છે કે બીજો એક ચેપી રોગ ફેલાય. આપને જણાવી દઈએ કે શી ઝેંગલીનો આ ઇન્ટરવ્યૂ એવા સમયે પ્રસારિત કરવામાં આવ્યો છે જયારે ચીનના અગ્રણી નેતાઓની વાર્ષિક બેઠક શરૂ થવાની છે.

તો વિશ્વના ઘણા દેશો વુહાનમાં આવેલ ચાઇનીઝ લેબને શંકાની દ્રષ્ટિથી જોઇ રહ્યા છે. યુએસના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ કહ્યું હતું કે કોરોના વાયરસનો ચેપ ચીની લેબમાંથી ફેલાયો હોવાના મોટા પુરાવા છે. જો કે ચીન અને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી આવા આરોપોને નકારી રહ્યું છે.

(3:13 pm IST)
  • અમદાવાદમાં હિટ એન્ડ રન : એક મહિલાનું મોત : અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન નજીક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બે મહિલાઓને કચડી નાખી : બંને મહિલાઓને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાતા એક મહિલાનું મોત નિપજ્યાનું જાણવા મળે છે access_time 2:34 pm IST

  • ભારતીય રેલ્વે એ ૧લી મે પછી ૩ર૭૬ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દ્વારા ૪ર લાખ પરપ્રાંતિ શ્રમિકોને તેમના વતન પહોંચાડયા access_time 5:11 pm IST

  • વિજય નેહરા પછી ડો. જયંતિ રવિની પણ બદલીની શરૂ થયેલ ચર્ચા access_time 10:56 pm IST