Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઉબેર ભારતમાં 25 ટકા સ્ટાફ ઘટાડશે : 600 કમર્ચારીઓની છટણી કરવાની ઘોષણા કરી

છૂટા થયેલ કમર્ચારીઓને 3 માસનો પગાર અને 6 માસ સુધી તબીબી વીમા સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે

નવી દિલ્હી :  કોરોના વાયરસ સંકટથી વિશ્વની આર્થિક વ્યવસ્થા હચમચી ઉઠી છે. ભારતમાં આ કટોકટીની ઘણી અસર જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર કેબ સર્વિસ પ્રોવાઇડર ઉબરે ભારતમાં તેના 600 કમર્ચારીઓની છટણી કરવાની ઘોષણા કરી છે, જે ભારતમાં ઉબેરના કુલ કર્મચારીઓના 25% છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનોવાયરસ રોગચાળાને લીધે અમે કમર્ચારીઓની છટણી કરવા મજબુર છીએ.

 અત્રે ઉલ્લેખનીય છે કંપની છૂટા થયેલ કમર્ચારીઓને 3 માસનો પગાર અને 6 માસ સુધી તબીબી વીમા સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. ઉબેરના ભારત અને દક્ષિણ એશિયા બિઝનેસના પ્રમુખ પ્રદીપ પરમેશ્વરાને મીડિયાને જણાવ્યું હતું કે ઉબેર કંપની માટે આજનો દિવસ ખૂબ દુ .ખદ છે. અમે આ નિર્ણય લીધો જેથી અમે ભવિષ્યને આત્મવિશ્વાસથી જોઈ શકીએ. તેમણે કહ્યું હતું કે હું મારા સાથીદારોને છોડવા બદલ માફી માંગું છું અને તેમના યોગદાન બદલ ઉબર રાઇડર્સ અને ભારતમાં કામ કરતા ડ્રાઇવરોનો આભાર માનું છું.

 માર્ચના અંતથી ભારતમાં લોકડાઉન રહ્યું છે, જેના પગલે દેશભરની તમામ જાહેર પરિવહન સેવાઓ બંધ થઈ ગઈ છે. જોકે લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલાક વિસ્તારોમાં કેબ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે માત્ર ઉબર જ નહીં પણ ઓલાએ 1,400 કર્મચારીઓની છટણી કરી છે

(12:49 pm IST)