Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

મહારાષ્ટ્રમાં ગઠબંધન લડખડાયું કે મજબુત છે ?

મુંબઇઃ કોરોના મહામારીનું મહારાષ્ટ્રમાં વિકરાળ સ્વરૂપ અને પરપ્રાંતીયોને પરત લાવવા બાબતે રાજ ઠાકરેના ઉચ્ચારણોના પગલે તથા પરપ્રાંતીયોને તેમના વતન પરત મોકલવા  બાબતે ટ્રેનો માટે કેન્દ્રને શ્રમિકોના લીસ્ટ  મોકલવા સંદર્ભે ઉધ્ધવ ઠાકરે સરકાર ઘેરાઇ ગઇ છે. ગઠબંધન ભયમાં આવી પડયાના અહેવાલો અને શરદ પવારને સતત કેન્દ્રની આળપંપાળને લીધે ઠાકરે સરકાર ઉપર વાદળા ઘેરાયા છે. ત્યારે ગઇકાલે શ્રી શરદ પવાર અને શ્રી ઉધ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાઇ ગયાનું અને ગઠબંધનને કોઇ ખતરો ન હોવાનું અને ત્રણ પક્ષોનું જોડાણ મજબુત હોવાનું શિવસેનાના પ્રવકતા શ્રી સંજય રાઉતે જાહેર કર્યું છે.

(12:44 pm IST)