Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગોલ્ડ બોન્ડનું રેકોર્ડ વેચાણઃ ફકત ચાર દિવસમાં ૧૧૬૮ કરોડનું થયું રોકાણ

નવી દિલ્હી તા. ર૬: સોનામાં આ વર્ષે રેકોર્ડ તેજી દેખાઇ રહી છે. એમસીએકસ પર સોનું ૧૦ ગ્રામના ૪૭ હજારની આસપાસ ચાલી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીની વાત કરીએ તો સોનામાં ૧૭ ટકા જેટલી તેજી જોવા મળી છે. સોનામાં મજબૂત સેન્ટીમેન્ટ જોઇને જ સરકારે સપ્ટેમ્બર સુધી સોવરેન ગોલ્ડ બોન્ડની ૬ સીરીઝ લાવવાનો નિર્ણય કર્યો છે, જેની બીજી સીરીઝને રેકોર્ડ સબસ્ક્રીપ્શન મળ્યું છે.

આરબીઆઇના આંકડાઓ અનુસાર, ગોલ્ડ બોન્ડની મે સીરીઝમાં સરકારે લગભગ રપ લાખ યુનિટ વેચ્યા જેનાથી સરકારને ૧૧૬૮ કરોડ રૂપિયા મળ્યા. જો તમે અત્યાર સુધીમાં ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું ચૂકી ગયા હો તો ૮ જૂનથી તમને ફરીથી તેમાં રોકાણ કરવાની તક મળશે. નિષ્ણાંતો સોનામાં દિવાળી સુધીમાં પ૦૦૦૦ રૂપિયા ભાવ થવાની આશા રાખી રહ્યા છે.

(12:43 pm IST)