Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

૩૧મીએ 'મન કી બાત'માં શું બોલશે PM?

રાજયોના CM સાથે ફરી કરશે ચર્ચા

નવી દિલ્હી, તા.૨૬: હાલમાં ભારત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે અને લોકડાઉનના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ટીવી પર આવને દેશને સંબોધિત કરતા હોય છે અને નવી જાણકારી આપતા હોય છે. તેઓ કયારેક દેશના નામે સંદેશ લઈને આવે છે તો કયારેક મન કી બાત દ્વારા લોકોને સંબોધિત કરતા હોય છે. હાલમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે, જે ૩૧મી મેએ સમાપ્ત થશે અને આ દિવસે વડાપ્રધાન મોદી દેશવાસીઓ સાથે મન કી બાત પણ કરશે. જેના કારણે લોકોમાં અત્યારથી જ ચિંતા વ્યાપી ગઈ છે કે મોદી શું કહેશે?

પ્રત્યેક વખતની જેમ આ વખતે પણ રવિવારે ૩૧મી મેએ સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના મનની વાત કહેશે. આકાશવાળીની તમામ ચેનલો તમામ કેન્દ્રથી એક સાથે પ્રસારિત કરશે. સાથે જ તેનું પ્રસારણ દૂરદર્શનની નેશનલ, ન્યૂઝ, ડીડી ભારતી, ડીડી ઈન્ડિયા, ડીડી ઉર્દુ અને ડીડી કિસાન પર પણ થશે. દૂરદર્શને આને લઈને એક ટ્વિટ કર્યું છે.

૩૧ મેની મન કી બાદ માટે મોદીએ પહેલાથી જ લોકોના સૂચનો માંગ્યા હતા. તેના માટે તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, ૩૧ મેએ પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે હું તમારા સૂચનોની રાહ જોઈશ. તેના માટે ૧૮૦૦-૧૧-૭૮૦૦ પર સંદેશ રેકોર્ડ કરીને તમારા સૂચનો મોકલી શકો છો, સાથે જ નમો એપ કે માઈગાવ પર લખી શકો છો.

૩૧મી મેએ લોકડાઉન ૪.૦નો અંતિમ દિવસ હશે, તો આ દિવસે લોકડાઉનના પાંચમાં તબક્કા અંગે તે જાણકારી આપી શકે છે. પાંચમાં તબક્કામાં સરકાર શું કરવા જઈ રહી છે તે પણ કહેશે. સાથે જ લોકોને ખાસ અપીલ પણ કરી શકે છે, કેમ કે હવે ધીમે ધીમે લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે રસ્તા પણ લોકોની સંખ્યા વધી ગઈ છે.

(11:27 am IST)