Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

દેશનાં ૫૦ પ્રભાવશાળી વ્યકિતઓમાં નિતીશ સામેલ થયા રાહુલ ગાંધી, જે.પી.નડ્ડા સહિતના નેતાઓને પછાડયા

આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પહેલાં સ્થાન પર છે

નવી દિલ્હી, તા.૨૬: ફેમ ઈન્ડિયા અને એશિયા પોસ્ટ સર્વે ૨૦૨૦નાં ૫૦ પ્રભાવશાળી લોકોમાં બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. ૫૦ પ્રભાવશાળી લોકોના આ લીસ્ટમાં નિતીશકુમાર ૧૬માં સ્થાન પર છે. આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પહેલાં સ્થાન પર છે.

ફેમ ઈન્ડિયા અને એશિયા પોસ્ટ સર્વે ૨૦૨૦ના ટોપ ૫૦ પ્રભાવશાળીના લિસ્ટમાં નિતીશ કુમારને ૧૬માં સ્થાન મળ્યુ છે. નિતીશ કુમારે આ યાદીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, અભિનેતા અક્ષય કુમાર અને જે.પી. નડ્ડા જેવા નેતાઓને પાછળ પાડી દીધા છે. ટોપ ૫૦ની આ યાદીમાં નિતીશ કુમારનો ૧૬માં જયારે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ૧૭મા, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનો ૧૮માં, રાહુલ ગાંધીનો ૨૧માં અને અક્ષય કુમારનો ૨૩માં સ્થાન મળ્યુ છે.

નિતીશ કુમારને આ સ્થાન સાત નિશ્ચય જેવી યોજનાઓને સફળતાપૂર્વક લાગૂ કરવાને લઈને માનવામાં આવી રહ્યુ છે. અન્ય મુખ્યમંત્રીઓની વાત કરીએ તો, ઓડીશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકનો ૧૦મા, ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનનો ૧૨મા જયારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૧૩મા સ્થાને છે.

ફેમ ઈન્ડિયા અને એશિયા પોસ્ટ સર્વે ૨૦૨૦ના પ્રભાવશાળી લોકોની આ યાદી ૧૨ હજાર બુદ્ઘિજીવીઓનાં મતોના આધાર પર તૈયાર કરવામાં આવી છે. સર્વે દરમ્યાન લોકોની છબિ, વ્યકિતત્વ, વિકાસના કામ અને લોકોની ભલાઈ માટે ઉઠાવવામાં આવેલાં પગલાઓને માનક બનાવવામાં આવ્યા હતા. આ લીસ્ટમાં રાજકારણ, બ્યૂરોક્રેટ્સ, અભિનેતા, વેપાર, પત્રકારિતા અને આધ્યત્મ જેવા વ્યકિતઓને સામેલ કરવામાં આવ્યા હતા.

ટોપ ૫૦ લોકોની આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૯૯.૬ ટકા મતોની સાથે ટોપ પર છે. પીએમ મોદી પોતાની લોકપ્રિયતા અને કામોને લઈને વધારે પસંદ કરવામાં આવ્યા છે. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના કામોને કારણે બીજું સ્થાન મળ્યુ છે. જયારે ગૃહ મંત્રી અમિત શાહ ત્રીજા સ્થાન પર છે.

(11:24 am IST)