Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ICMRનો ધડાકો

નજીક આવવાથી ફેલાય છે કોરોના

ફીઝીકલી ડીસ્ટન્સ - પર્સનલ હેલ્થ - ઈન્ફેકશન કંટ્રોલ મહામારીના પ્રસારને રોકવા માટે જરૂરી છે

નવી દિલ્હી તા. ૨૬: ભારતમાં કરોોનાના દર્દીઓમાં થઇ રહેલા વધારાના સુદ્રઢ કારણ કલોઝ કોન્ટેકટ છે. આઇસીએમઆરનો દાવો છે કે નજીકના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસના પ્રસારનો દર ઘણો વધુ હોય છે. એવામાં ફિઝીકલી ડિસ્ટન્સીંગ  પર્સનલ હેલ્થ અને  ઈન્ફેકશન કંટ્રોલ જેવા પગલા મહામારીના પ્રસારને રોકવા માટે જરૂરી છે. અત્રે  એ નોંધનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૦૦ નવા કેસ આવ્યા છે તે સૌથી વધુ છે.

અભ્યાસમાં ઈટાલીયન પર્યટકોમાં સાર્સ-૨ સંક્રમણના પ્રથમ કલસ્ટરમાં સાર્સ આવેલાના ખ્યાલને શેયર કરતા આરોગ્ય સંસ્થાએ એવું પણ કહ્યુ છે કે લક્ષણ ન દેખાતા કેસ માટે સંક્રમિતના નજીકના સંપર્કોની તપાસ મહત્વની છે. સંસ્થાઓએ બાબત પર ભાર મૂકયો છે કે મહામારીના કોમ્યુનીટી ટ્રાન્સમિશનને રોકવા માટે નજીકના સંપર્કોની ભાળ મેળવી તેઓને આઇસોલેટ રાખવા જરૂરી છે.

સંસ્થાએ જણાવ્યુ છે કે ૨૦૦૯માં ફેલાયેલા સ્વાઇન ફલુ થી પણ ઘણી સરકારે આવા વખતે ઈન્ટેલીજન્ટ ટેસ્ટીંગની રણનીતિ અપનાવી છે અને મહામારી વિરૂધ્ધ લડાઇને મજબુત બનાવી છે. હાલ દેશમાં રોજ ૧.૧ લાખ સેમ્પલની તપાસ થઇ રહી છે.

(11:22 am IST)