Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ર૪ કલાકમાં ૬પ૩પ કેસઃ ૧૪૬ના મોત

કોરોના હજુય બેકાબુઃ દેશનો મૃત્યુ આંક ૪૧૬૭ તથા કેસ ૧,૪પ,૩૮૦

નવી દિલ્હી તા. ર૬: ભારતમાં કોરોના વાયરસ શાંત થવાનું નામ લેતો નથી દેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૬પ૩પ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૬ લોકોના મોત થયા છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસની સંખ્યા ૧૪પ૩૮૦ થઇ છે અને કુલ ૪૧૬૭ લોકોના મોત થયા છે. ૧,૪પ,૩૮૦ કેસમાંથી ૮૦૭રર એકટીવ કેસ છે તો ૬૦૪૯૦ સાજા થયા છે.કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં ૧૬૯પ થયા છે. કુલ કેસ પર૬૬૭ થયા છે.

 

તામિલનાડુમાં ૧૭૦૮ર કેસ અને ૧૧૮ મોત, દિલ્હી ૧૪૦પ૩ કેસ અને ર૭૬ મોત, ગુજરાત ૧૪૪૬૦ કેસ અને ૮૮૮ના મોત, મધ્ય પ્રદેશમાં ૬૮પ૯ કેસ અને ૩૦૦ના મોત થયા છે. આંધ્રમાં પ૬, બિહાર ૧૩, યુપી ૧૬પ લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં ૧૬૭ તો પ. બંગાળમાં ર૭૮ના મોત થયા છે. (૭.૧પ)

(11:22 am IST)