Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ પર કપિલ સિમ્બલે કટાક્ષ કરતા કહ્યું - કોંગ્રેસને એમની સેવાની જરૂર નથી

ટ્વીટ કરતા કહ્યું કે જ્યારે દેશ જાહેર જીવનમાં તેમના યોગદાનને માન્યતા અપાઈ રહી છેઆ વ્યગાત્મક છે

નવી દિલ્હી :  કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. તેમણે ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી નવાજવાની જાહેરાત પર અભિનંદન પાઠવ્યા હતા. એમ પણ કહ્યું હતું કે જ્યારે દેશ જાહેર જીવનમાં તેમના યોગદાનને માન્યતા અપાઈ રહી છે. આ વ્યંગાત્મક છે. કોંગ્રેસને એમની સેવાની જરૂર નથી. કોંગ્રેસના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ જી-23 જૂથનો ભાગ હતા, જે પાર્ટીના નેતૃત્વમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા હતા.જાહેર જીવનમાં તેમના યોગદાન માટે કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવી રહ્યા છે.

કપિલ સિબ્બલ પણ આ જ G-23 ગ્રુપનો એક ભાગ છે. તેમણે આજે ટ્વીટ કર્યું છે કે, ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. અભિનંદન ભાઈજાન. આ જ G-23 જૂથનો એક ભાગ રહેલા શશિ થરૂરે પણ ગુલામ નબી આઝાદને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ માટે હાર્દિક અભિનંદન. સાર્વજનિક સેવા માટે બીજા પક્ષની સરકાર દ્વારા સન્માન મળવું એક સારી વાત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મામલે ગુલામ નબી આઝાદ પર કટાક્ષ કર્યો છે

(11:59 pm IST)