Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજકોટમાં કોરોનાએ છ કલાકમાં ફીફટી ફટકારી: સાંજે 50 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 70 કેસ નોંધયા

કુલ કેસ 8261 : આજે 85 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 582 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધીમાં  50 અને બપોરે 20 સાથે આજે કુલ 70 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 50 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8261 થયા છે. હાલમાં 582  દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 85 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:35 pm IST)
  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST

  • મહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST