Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કોરોનાને કારણે હવે ૩૦ નવેમ્બર સુધીની છુટ

કંપનીઓની વાર્ષિક સામાન્ય સભા યોજવાની મુદત બે મહિના લંબાવાઈ

મુંબઇ, તા.૨૫: કોવિડ-૧૯નો રોગચાળો વકરવાને પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કંપનીઓને ૨૦૨૨-૨૧ના નાણાંકીય વર્ષ માટેની વાર્ષિક સામાન્ય સભાની મુદત બે મહિના લંબાવીને તા. ૩૦, નવેમ્બર ૨૦૨૧ સુધી કરવામાં આવી છે. કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વ્યવહારૂ અભિગમ અપનાવીને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા બે મહિનાનો મુદત વધારા અંગેની જાહેરાત કરવામાં આવી છે. છય્સ્ બોલાવવામાં થનારા વિલંબને કારણે ફી ભરવામાંથી પણ મુકિત મળશે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે આગોતરી મંજૂરી મેળવ્યા વિના જ છય્સ્ યોજવાની મુદત તા.૩૦ નવેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે અને વાર્ષિક સામાન્ય સભા મોડેથી યોજવા માટે કરવાની અરજી સાથે રૂ. ૬૦૦ની ફી ભરવામાંથી પણ મુકિત આપી છે.

કંપનીઓએ નાણાંકીય વર્ષ પૂરૃં થયાના ૬ મહિનામાં વાર્ષિક  સામાન્ય સભા બોલાવવાની હોય છે. પરંતુ કોરોનાને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને AGM માટેની મુદતમાં બે મહિનાનો વધારો કરાયો છે. કેન્દ્ર સરકરના કોર્પોરેટર અફેર્સ મિનિસ્ટ્રી અને ઓફિસ ઓફ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ગુજરાત, દાદરા અને નગર હવેલીના એમ. કે. સાહુ એ કંપનીઓ માટે છય્સ્ની મુદતમાં વધારો કરી આપવાને પરિણામે ગુજરાત અને દાદરા નગર હવેલીમાં રજિસ્ટર્ડ થયેલી લગભગ ૧.૫૦ લાખ જેટલી કંપનીઓને રાહત થશે. તાજેતરમાં જારી કરાયેલા સરકયુલરમાં જણાવાયું છે કે, કોરોનાા સેકન્ડ વેવને કારણે સર્જાયેલી અસાધારણ પરિસ્થતિને ધ્યાનમાં લીને કંપનીઝ એકટ ૨૦૧૩ની કલમ- ૯૬ની પેટા કલમ- (૧)માં કરાયેલી AGM યોજવા અંગેની તારીખ બે મહિના લંબાવી આપવામાં આવી છે.

કોવિડ-૧૯નો રોગચાળો વકરવાને પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કંપનીઓને ૨૦૨૨-૨૧ના નાણાંકીય વર્ષ માટેનાી ર્વિાષક સામાન્ય સભાની મુદત બે મહિના લંબાવીને તા. ૩૦, નવેમ્બર ૨૦૨૧ સુધી કરવામાં આવી છે. કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વ્યવહારૂ અભિગમ અપનાવીને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા બે મહિનાનો મુદત વધારા અંગેની જાહેરાત કરવામાં આવી છે. AGM બોલાવવામાં થનારા વિલંબને કારણે ફી ભરવામાંથી પણ મુકિત મળશે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે આગોતરી મંજૂરી મેળવ્યા વિના જ AGM યોજવાની મુદત તા.૩૦ નવેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે અને વાર્ષિક સામાન્ય સભા મોડેથી યોજવા માટે કરવાની અરજી સાથે રૂ.૬૦૦ની ફી ભરવામાંથી પણ મુકિત આપી છે.

કંપનીઓએ નાણાંકીય વર્ષ પૂરૃં થયાના ૬ મહિનામાં વાર્ષિક સામાન્ય સભા  બોલાવવાની હોય છે. પરંતુ કોરોનાને કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને AGM માટેની મુદતમાં બે મહિનાનો વધારો કરાયો છે. કેન્દ્ર સરકરના કોર્પોરેટર અફેર્સ મિનિસ્ટ્રી અને ઓફિસ ઓફ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ગુજરાત, દાદરા અને નગર હવેલીના એમ. કે. સાહુ એ કંપનીઓ માટે AGMની મુદતમાં વધારો કરી આપવાને પરિણામે ગુજરાત અને દાદરા નગર હવેલીમાં રજિસ્ટર્ડ થયેલી લગભગ ૧.૫૦ લાખ જેટલી કંપનીઓને રાહત થશે. તાજેતરમાં જારી કરાયેલા સરકયુલરમાં જણાવાયું છે કે, કોરોનાા સેકન્ડ વેવને કારણે સર્જાયેલી અસાધારણ પરિસ્થતિને ધ્યાનમાં લીને કંપનીઝ એકટ ૨૦૧૩ની કલમ- ૯૬ની પેટા કલમ- (૧)માં કરાયેલી AGM યોજવા અંગેની તારીખ બે મહિના લંબાવી આપવામાં આવી છે.

(10:14 am IST)