Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સોમવારે લોંચ થશે IRCTCનો IPO : 645 કરોડનો ટાર્ગેટ

કંપનીએ 315થી લઈને 320 રુપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો

 

નવી દિલ્હી : આગામી સોમવારના રોજ ભારતીય રેલવેની સૌથી મોટી કંપની આઈઆરસીટીસી પોતાનો IPO લઈને આવી રહી છે. કપંની IPOના માધ્યમથી 645 કરોડ રુપિયા રકમ એકઠી કરવા માગે છે. કંપનીએ માટે 315થી લઈને 320 રુપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.

ડ્રાફ્ટ મુજબ કંપની દ્વારા 10 રુપિયાની ફેસ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. બે કરોડ એક લાખ 60 હજાર શેરને જારી કરવામાં આવશે. 3 દિવસ માટે આઈપીઓ ખૂલશે અને શેર બજારમાં લિસ્ટીંગ 14 ઓક્ટોબરના રોજ થશે. આઈપીઓ માટે લીડ મેનેજર આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ કેપ, એસબીઆઈ કેપિટલ અને યસ સિક્યુરીટીઝ છે. 30 સપ્ટેમ્બરના રોજ આઈપીઓ લોંચ થવાનો છે.

આઈઆરસીટીસી પાસે ભારતની રેલવે કંપનીનો કેટરીંગ સેવા, ઓનલાઈન બુકિંગ અને પાણીની સપ્લાયનો કોન્ટ્રાક છે. આઈઆરસીટીસી પોતાના શેરને બીએસઈ અને એનએસઈમાં લિસ્ટેડ કરશે. IRCTCમાં રેલવેની પૂર્ણ ભાગેદારી છે. આઈપીઓ આવવાથી રેલવે પોતાનો હિસ્સો ઓછી કરી દેશે. સરકાર પીયુસી કંપનીમાં પોતાની ભાગેદારી ધીરે-ધીરે ઓછી કરી રહી છે.

(12:33 am IST)